ન્યુઝીલેન્ડમાં વૃધ્ધાએ આપ્યા PM મોદીને આશીર્વાદ

0
74

મન કી બાતના 100 એપિસોડ પ્રસારિત થવાના પ્રસંગે ગુજ્રરાતી વૃધ્ધાએ હાજરી આપી

મન કી બાતના 100 એપિસોડ પ્રસારિત થવાના પ્રસંગે આજે દેશ અને દુનિયામાં ભારતીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે વિશ્વભરના ભારતીયોએ પણ આ એપિસોડ સાંભળવા માટે ખાસ આયોજન કર્યું હતું. અને લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.

આ એપીસોન પ્રસારણ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પણ થયું હતુંત્યારે ગુજરાતી વૃધ્ધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમ સાંભળ્યો હતો. અહી ઉલ્લેખનીય છેકે ભારત સરકારે વિશેષ આયોજન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પૂર્ણ થયા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે મન કી બાતએ મારા માટે કાર્યક્રમ નથી પરંતુ તે મારા માટે આસ્થા-પૂજા અને વ્રત સમાન છે. જેનાથી હું દેશવાસીઓ સાથે સતત જોડાયેલો રહું છું.

વડાપ્રધાને આ કાર્યક્રમમાં દિકરી સાથેની સેલ્ફીનો ઉલ્લેખ કર્યો તે બાદ તેમને જમ્મુ અને કાશ્મીરની પેન્સિલ સ્લેટનો ઉલ્લેખ કર્યો હતો.સાથે જ વડાપ્રધાને કહ્યું કે આ કાર્યક્રમ થાકી મેક ઇન ઇન્ડિયા પ્રોડકટ વિશ્વની સામે ઉભરીને આવી છે.બીજી તરફ મન કી બાત કાર્યક્રમને લઈને સમગ્ર દેશવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ નજરે પડ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100 માં એપિસોડનું લાઈવ  પ્રસારણ જોવા માટે રાજ્ય સરકાર તમેજ ભાજપ સંગઠન દ્વારા ઠેર ઠેર લાઈવ પ્રસારણ જોવાનું આયોજન કરાયુ હતું.જે અંતર્ગત અમદાવાદમાં પ્રદેશ ભાજપ સહકારીતા સેલના સંયોજક તેમજ ગુજકોમાસોલના વાઇસ પ્રેસિડન્ટ બીપીન પટેલ દ્વારા તેમના સહકારિતા સેલના કાર્યાલય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના  મનની વાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિસ્તારના યુવાનો, મહિલા તેમજ વડીલોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.ભાજપ સહકાર સેલના સંયોજક બિપિનભાઈ પટેલ દ્વારા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમથી તમામ લોકો જોડાઈ શકે છે.અને પ્રધાનમંત્રીના  વિચારોથી લોકોને પ્રેરણા મળે છે.

આ પ્રસંગે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ પણ વિશેષ આયોજન કર્યું હતું અને ભાજપ શાસિત રાજ્યોમાં લઘુમતી મોરચાને પણ મદ્રેસા સહિત પોતાના વિસ્તારમાં ખાસ આયોજન કરવાની સુચના આપી હતી

તે સિવાય પેજ પ્રમુખને પણ વિશેષ જવાબદારીઓ સોપી હતી. ૧૦૦ એપિસોડ પ્રસારિત થયો ત્યારે કાર્યક્રરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો

સમાચાર માટે જોતા રહો VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ