દેશની રાજધાની દિલ્હી અને NCR સહિત નોઇડા , ગ્રેટર નોઇડા, ગુરુગ્રામમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. હરિયાણાના ફરીદાબાદમાં આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. મળતી માહિતી પ્રમાણે દિલ્હી NCR સહિતના વિસ્તારોમાં રીક્ટર સ્કેલ પર 3.1 નોંધવામાં આવી છે . આ આંચકો અનુભવમાં આવતા જ સ્થાનિકો પોતાના રહેણાક તથા કોમર્શીયલ મકાનોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે આજે રવિવારની રજા હોવાથી મોટાભાગના બજારો અને ઓફીસ બંધ હતી અને ભર બપોરે ચાર વાગ્યે દિલ્હીવાસીઓ પોતાના પરિવાર સાથે ઘટમાં હતા ત્યારે ભૂકંપ અનુભવાયો હતો. લોકો ભયભીય થઈને ઘટની બહાર નીકળી ચુક્યા હતા.
મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપથી કોઈ જાનહાનીના સમાચાર મળી રહ્યા નથી પણ આ ભૂકંપ એટલો જોરદાર હતો કે સ્થાનિકોમાં અફરાતફરી જોવા મળી. નોઇડા સહિતના દિલ્હી અને ફરીદાબાદ નજીક આવેલા તમામ શહેરો અને ગામડાઓમાં આ ભૂકંપની અસર જોવા મળી.
આ ભૂકંપના સમાચાર મળતા લોકો ભૂકંપની માહિતી મેળવી તઃયા છે અને ભૂકંપ શા માટે આવે છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ચાલો આપને જણાવી દઈએકે ભૂકંપ શા માટે આવે છે . ધરતીના પેટાળમાં 7 પ્લેટસ આવેલી છે જે સતત ફરતી રહે છે આ પ્લેટ જ્યાં ટકરાય છે તેને ફોલ્ટ લાઈન કહેવાય છે . અને આ પ્લેટોના વારંવાર અથડામણ થવાના કિસ્સાઓમાં પ્લેટોના ખૂણામાં વળાંક આવે છે અને ખુબ જ દબાણ વધે છે. ત્યારે પ્લેટો તૂટવાનું શરુ કરે છે અને આ દરમિયાન નીચેની ઉર્જા બહાર નીકળવાની કોશિશ કરે છે અને રસ્તો શોધે છે આ વખતે વિક્ષેપ આવે ત્યારે ભૂકંપનો આંચકો અનુભવતો હોય છે. ધરતીકંપ એટલેકે આપણે તેને બીજા શબ્દોમાં ભૂકંપ કહીએ છીએ જેની પ્લેટમાં હલન ચલનને કારણે ભૂસ્તર શાસ્ત્રીય ઉર્જા બહાર આવે છે અને કંપનની તીવ્રતા વધુ મજબુત બંને છે અને વાઈબ્રેશન આવતા જ તેની ગતિ ધીમી પડે છે જો રીક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે 40 કિલોમીટરની ત્રિજ્યામાં જો અનુભવ છે.
ભૂકંપને માપ્બામાં આવે છે તેને રીક્ટર ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે અને તે 1 થી 9 સુધી માપવામાં આવે છે અને તેના કેન્દ્રબીન્દુથી માપવામાં આવે છે.