Dwarkadhish Temple: આખરે કેમ જગત મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ બંધ છે..? જાણો દ્વારકાધીશ મંદિરની ખાસ વાતો

0
285
Dwarkadhish Temple: આખરે કેમ જગત મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ બંધ છે..? જાણો દ્વારકાધીશ મંદિરની ખાસ વાતો
Dwarkadhish Temple: આખરે કેમ જગત મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ બંધ છે..? જાણો દ્વારકાધીશ મંદિરની ખાસ વાતો

Dwarkadhish Temple: દ્વારકા નગરીમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકામાં જન્માષ્ટમીનો માહોલ જામતા સમગ્ર નગરી કૃષ્ણમય બની છે. ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જગત મંદિરમાં આઠમે કાળિયા ઠાકોરને અનુપમ શૃંગાર કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યે પરંપરાગત રીતે શ્રીજીનો જન્મોત્સવ ઉજવાશે.

Dwarkadhish Temple: આખરે કેમ જગત મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ બંધ છે..? જાણો દ્વારકાધીશ મંદિરની ખાસ વાતો
Dwarkadhish Temple: આખરે કેમ જગત મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ બંધ છે..? જાણો દ્વારકાધીશ મંદિરની ખાસ વાતો

ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. લાખોની સંખ્યામાં આજે ભક્તો વ્હાલાના દર્શન માટે આવી પહોંચશે. ડાકોર ખાતે પણ જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી થશે. રણછોડજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ જશે. ભક્તો ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવશે. ત્યાર બાદ મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. ભગવાનને સોનાના પારણામાં બિરાજમાન કરાશે.

પુરાણો પ્રમાણે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ એટલે હરિગૃહ હતો. ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભૂજ પ્રતિમા છે. જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલાં છે. જગત મંદિર દ્વારકા રોજ લાખો ભક્તોથી ભરેલું હોય છે. અહી રોજ લાખો શ્રદ્ધાળુઓ માથુ ટેકવે છે અને દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને પોતાના ધન્ય અનુભવે છે. પરંતુ જો તમે કૃષ્ણ ભક્ત છો તો એ જરૂર જાણી લો કે, દ્વારકાધીશ મંદિરના શ્રીકૃષ્ણની મૂર્તિની એક ખાસિયત છે જે બહુ ઓછા લોકો જાણે છે. શું તમને ખબર છે કે દ્વારિકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે. ત્યારે આ પાછળ કેટલીક લોકકથાઓ પ્રચલિત છે. 

Dwarkadhish Temple: એક આંખ બંધ અને એક ખુલ્લી

મંદિરમાં જે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ છે તે અલૌકિક છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે, ભગવાન દ્વારકાધીશની મૂર્તિમાં ભગવાનની જમણી આંખ બંધ છે અને ડાબી અડધી ખૂલવા જઈ રહી છે. આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે.

દ્વારકાધીશની મૂર્તિ એક આંખ બંધ પાછળનું કારણ

ભગવાન દ્વારકાધીશને એક આંખ બંધ વિશે એવી લોકવાયકા છે કે, હુમલાખોર બાદશાહ મોહંમદ શાહ દ્વારકાના પાદર સુધી પહોંચી ગયો હતો, આ સમયે ગૂગળી બ્રાહ્મણોએ તથા અન્ય સમાજના આગેવાનોએ આ મૂર્તિને દ્વારકાધીશ જગતમંદિર(Dwarkadhish Temple)થી અડધો કિ.મી. દૂર સિદ્ધનાથ મહાદેવના મંદિરની સામે સાવિત્રી વાવ પાસે રામવાડીમાં છુપાવી હતી. ભગવાને ત્યારે આંખો બંધ કરી હોવાની લોકવાયકા છે.

બેગડાના આક્રમણ દરમિયાન 14 વર્ષ સુધી મંદિર મૂર્તિવિહોણું રહ્યું હતું. દ્વારકામાંથી વિધર્મીઓને હાંકી કાઢ્યા બાદ આ મૂર્તિને ફરીથી જગતમંદિરમાં બિરાજમાન કરાઈ છે.

બીજી વાયકા મુજબ આ મૂર્તિ સાવિત્રી વાવમાંથી સ્વયંભૂ ઉત્પન્ન થઈ હતી, મૂર્તિ ત્યાંથી અહીં મંદિરમાં લવાઈ ત્યારે એક આંખ બંધ રહી અને બીજી અડધી જ ખુલ્લી રહી એવી લોકવાયકા છે.

Dwarkadhish Temple: જગત મંદિર મૂર્તિની વિશેષતા 

દ્વારિકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે

દ્વારિકાધીશની મૂર્તિનું કદ લગભગ સવા બે ફૂટ જેટલું

ભગવાન દ્વારિકાધીશના બે હાથ ઉપર અને બે હાથ નીચે છે. 

દ્વારિકાધીશની મૂર્તિના હસ્તમાં પદ્મ, ગદા, ચક્ર, શંખ ધારણ કરેલા છે.

જન્માષ્ટમીએ ભગવાનને 52 ગજની ધ્વજા ચઢે છે

કેમ અડધી પાટલીએ ધજા ચઢે છે

દ્વારકા મંદિર (Dwarkadhish Temple)ની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે કે મશીનના દ્વારા મંદિર પર ધજા લહેરાવાય છે. પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનુ કામ કરે છે. 

અબોટી બ્રાહ્મણો ચઢીને જ ધજા ચઢાવે છે

જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનુ કામ કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિર (Dwarkadhish Temple)ના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછુ નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનુ ક્યારેય ચૂકતા નથી. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો