Janmashtami 2024: દ્વારકાધીશનો 5251મો જન્મોત્સવ, મથુરા સહિત દેશભરના મંદિરોમાં રાધે રાધેના નાદ

0
180
Janmashtami 2024: દ્વારકાધીશનો 5251મો જન્મોત્સવ, મથુરા સહિત દેશભરના મંદિરો રાધે રાધેના નાદ
Janmashtami 2024: દ્વારકાધીશનો 5251મો જન્મોત્સવ, મથુરા સહિત દેશભરના મંદિરો રાધે રાધેના નાદ

JANMASHTAMI 2024: આજે એટલે કે સોમવારે મથુરા સહિત દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જોકે વૃંદાવનમાં મંગળવારે એટલે કે 27 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ ભગવાન કૃષ્ણની 5251મી જન્મજયંતિ છે. જાણકારોનું માનવું છે કે, આ વખતે જન્માષ્ટમી પર દ્વાપર યુગની 45 મિનિટ જેવો સંયોગ બની રહ્યો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દ્વારકા નગરીમાં પણ આજે ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકામાં જન્માષ્ટમી (HAPPY JANMASHTAMI) નો માહોલ જામતા સમગ્ર નગરી કૃષ્ણમય બની છે. ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જગત મંદિરમાં આઠમે કાળિયા ઠાકોરને અનુપમ શૃંગાર કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યે પરંપરાગત રીતે શ્રીજીનો જન્મોત્સવ ઉજવાશે.

આજે જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે ઠાકોરજીને નિજ મંદિર ખુલતા જ સૌ પ્રથમ દાતણ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠાકો૨જીને માખણ મીસરીનો મંગલ ભોગ ત્યારબાદ મંગલા આરતી કરવામાં આવી હતી. મંગલા આરતી પછી સવારે 8 વાગ્યે ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવ્યો હતો. સદીઓથી પરંપરા મુજબ જન્માષ્ટમી અને જલજાત્રાના જ દિવસે ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે. જેમાં ઠાકોરજીને મંદિરની ગૌશાળામાંથી ગાયોનું 11 લિટર દૂધથી અભિષેક થાય છે.

શ્રી સુક્તમ તથા પુરૂષક્તમના વૈદિક મંત્રોના પાઠના ઉચ્ચારણ સાથે દહીં, ઘી, કેસર, ગંગાજળ, ઋતુ ફળ, વિવિધ દ્રવ્યોથી ભગવાને અભિષેક કરવામાં આવે છે. અભિષેક પૂજા પછી ઠાકોરજીનો શૃંગાર કરવામાં આવે છે. જન્માષ્ટમી (JANMASHTAMI) એ ઠાકોરજીને કેસરી રંગના વાધા પહેરાવાય છે.

Janmashtami 2024: દ્વારકાધીશનો 5251મો જન્મોત્સવ, મથુરા સહિત દેશભરના મંદિરો રાધે રાધેના નાદ
Janmashtami 2024: દ્વારકાધીશનો 5251મો જન્મોત્સવ, મથુરા સહિત દેશભરના મંદિરો રાધે રાધેના નાદ

JANMASHTAMI 2024: જન્માષ્ટમી પૂજા વિધિ

  • જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  • કનૈયાની પૂજા કર્યા પછી જન્માષ્ટમી વ્રત રાખવાનો સંકલ્પ લો.
  • જો જન્માષ્ટમીનું વ્રત પાણી વિના કરવામાં આવે તો પાણી પણ ના પીવું.
  • સાંજ પછી પૂજાની તૈયારી શરૂ કરો.
  • મંદિર અથવા પૂજા રૂમને સાફ કરો અને તેને ગંગા જળથી શુદ્ધ કરો.
  • આ પછી, એક બાજોટ મૂકો અને તેના પર લાલ અથવા પીળું કપડું પાથરો.
  • બાજોટ પર રાધા-કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
  • રાત્રે 12 વાગે લાડુ ગોપાલનો જન્મ કરાવો.
  • ત્યારબાદ નાના કનૈયાને દહીં, દૂધ, તુલસી, મધ, ઘી અને ગંગા જળથી અભિષેક કરો.
  • હવે બાલ ગોપાલને સ્વચ્છ કપડાથી લૂછીને તેને નવા કપડાં અને ઘરેણાં પહેરાવી દો.
  • શૃંગાર કર્યા પછી કનૈયાજીને ઝૂલામાં અથવા બાજોટ પર બેસાડવો. બાળ ગોપાલ પાસે ગાય-વાછરડું, મોર પીંછા અને વાંસળીની મૂર્તિ રાખવી.
  • ત્યારબાદ ધૂપ, દીપ, ફળ, ફૂલ, અક્ષત, સિંદૂર, ચંદન અને તુલસીની માળા અર્પણ કરો.
  • હવે ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન કૃષ્ણની આરતી કરો.
  • આરતી પછી કનૈયાજીને પંજીરી, માખણ-મિશ્રી, ખીર, માખણ, કાકડી, મીઠાઈ વગેરે ચઢાવો.
  • ભગવાન કૃષ્ણના મંત્રોના જાપ કરીને જન્માષ્ટમીની પૂજા પૂર્ણ કરો.
  • ભગવાન કૃષ્ણની સામે હાથ જોડી, તમારી ભૂલ માટે માફી માગો અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.

JANMASHTAMI 2024:  શુભ મુહૂર્ત 

ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ શરૂ થાય છે – 26 ઓગસ્ટ મધ્યરાત્રિ 3:39 થી
કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે – 27મી ઓગસ્ટ બપોરે 2:19 વાગ્યે
રોહિણી નક્ષત્ર શરૂ થાય છે – 26 ઓગસ્ટ 2024 બપોરે 3:55 વાગ્યાથી
રોહિણી નક્ષત્ર સમાપ્ત થાય છે – 27મી ઓગસ્ટ બપોરે 3:38 કલાકે
જન્માષ્ટમી (JANMASHTAMI) ની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય 26 ઓગસ્ટના રોજ સવારે 12:01 થી 12:45 સુધીનો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો