Dubai Heavy Rain: દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, રનવે પર પાણી ભરાતા 28 ભારતીય ફ્લાઈટ્સ રદ

0
105
Dubai Heavy Rain: દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, રનવે પર પાણી ભરાતા 28 ભારતીય ફ્લાઈટ્સ રદ
Dubai Heavy Rain: દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, રનવે પર પાણી ભરાતા 28 ભારતીય ફ્લાઈટ્સ રદ

Dubai Heavy Rain: સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભારે વરસાદ અને તોફાનને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. રેકોર્ડ વરસાદને કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. મુસાફરોને કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય ટ્રાફિક દ્વારા વિશ્વના સૌથી વ્યસ્ત એવા દુબઈ એરપોર્ટ પર ન આવવાનું.

દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું, “ફ્લાઇટમાં વિલંબ અને ડાયવર્ઝન ચાલુ છે. અમે અત્યંત પડકારજનક સંજોગોમાં શક્ય તેટલી ઝડપથી કામગીરી ફરી શરૂ કરવા સખત મહેનત કરી રહ્યા છીએ.”

પ્રતિકૂળ હવામાન, રસ્તાની સ્થિતિ અને ઓપરેશનલ પડકારોને કારણે અમીરાત એરલાઈન્સે દુબઈથી ઘણી ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

500 થી વધુ ફ્લાઇટ્સ (ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ) ડાયવર્ટ કરવામાં આવી છે અને કેટલીક વિલંબિત અથવા રદ કરવામાં આવી છે. હવામાન વિભાગે વધુ વરસાદ (Dubai Heavy Rain) અને વાવાઝોડાની આગાહી કરી છે. દુબઈની લગભગ 15 ફ્લાઈટ્સ કેન્સલ કરી છે, જ્યારે ભારતની 13 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

Dubai Heavy Rain: દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, રનવે પર પાણી ભરાતા 28 ભારતીય ફ્લાઈટ્સ રદ
Dubai Heavy Rain: દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, રનવે પર પાણી ભરાતા 28 ભારતીય ફ્લાઈટ્સ રદ

Dubai Heavy Rain: મેટ્રો સ્ટેશનો પણ પાણીથી ભરાયા

મુખ્ય શોપિંગ સેન્ટરો દુબઈ મોલ અને મોલ ઓફ અમીરાત બંને પૂરમાં ભરાઈ ગયા હતા. મેટ્રો સ્ટેશનો પર પણ પાણી ભરાઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે મેટ્રો ટ્રેન હાલમાં કેટલાક રૂટ પર દોડી રહી છે કારણ કે રેડ અને ગ્રીન લાઇન પરના સ્ટેશનો પર જાળવણીનું કામ ચાલી રહ્યું છે.

Dubai Heavy Rain ના લીધે શાળાઓ ખરાબ હવામાનને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આજે કરા સહિત વાવાઝોડાની સંભાવનાને પગલે સરકારી કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવા જણાવાયું છે.

Dubai Heavy Rain: દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, રનવે પર પાણી ભરાતા 28 ભારતીય ફ્લાઈટ્સ રદ
Dubai Heavy Rain: દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, રનવે પર પાણી ભરાતા 28 ભારતીય ફ્લાઈટ્સ રદ

રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ‘અત્યંત સાવધ’ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં અસાધારણ તીવ્રતાની ખતરનાક હવામાન ઘટનાઓની આગાહી કરવામાં આવી છે. સાંજે 6 વાગ્યા સુધી આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોના મોત થયા છે.

રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દુબઈ, અબુ ધાબી અને શારજાહના રહેવાસીઓને અસ્થિર હવામાન પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના નિષ્ણાત અહેમદ હબીબે જણાવ્યું હતું કે, “દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની પણ સંભાવના છે.” લોકોને પૂરની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

UAE ના કેટલાક વિસ્તારોમાં 24-કલાકના સમયગાળામાં 80 મિલીમીટર (3.2 ઇંચ) થી વધુ વરસાદ નોંધાયો છે, જે વાર્ષિક સરેરાશ આશરે 100 mmની નજીક છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.