Drugs News : ગઇકાલે ગુજરાત એટીએસ, એનસીબી અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મોટું સફળ ઓપરેશન મધદરિયે પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતા. ત્યારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાં વધુ એક ઓપરેશન હાથ ધરીને 173 કિલો ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે.
Drugs News : ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા 28મી એપ્રિલે બોપરે દરિયામાં વધુ એક મોટું એન્ટી નાર્કો ટ્રાફિકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 2 દિવસ સુધી ચાલેલા આ સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટને બે આરોપી અને 173 કિલો નાર્કોટિક્સ સાથે ઝડપી પાડી છે. ગુજરાત એટીએસને ડ્રગ્સ હેરાફેરીની બાતમી મળી હતી.
Drugs News :ATS ગુજરાતની બાતમીના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડે વ્યૂહાત્મક રીતે તેના જહાજો અને વિમાનોને દરિયાના વિશાળ વિસ્તારમાં તૈનાત કર્યા હતા. જેથી શંકાસ્પદ બોટ ભારતીય કોસ્ટ ગાર્ડના સર્વેલન્સમાંથી છટકી ન શકે. શંકાસ્પદ બોટની ઓળખ થયા બાદ તુંરત તેને અટકાવાઈ હતી અને તેની તલાશી લેવામાં આવી હતી. ફિશિંગ બોટમાંથી 173 કિલોનું ડ્રગ્સ મળી આવ્યું હતું. 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા બન્ને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Drugs News :ગત રોજ 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
Drugs News : ગત રોજ ગુજરાતનાં દરિયાકાંઠા નજીકથી એનસીબી તેમજ કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં દરિયાકાંઠામાંથી કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સાથે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતનાં દરિયા નજીકથી આંરરાષ્ટ્રીટ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન નજીકથી ડ્રગ્સ ઝડપાયું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો