Gujarat Garmi :  રાજ્યમાં ગરમીનો કહેર યથાવત્ત, જાણો ક્યાં કેટલી ગરમી ?  

0
105
Gujarat GARMI
Gujarat GARMI

Gujarat GARMI :  ગુજરાતમાં 3 દિવસના આંશિક વિરામ બાદ ગરમીનું પ્રભુત્વ ફરી વધ્યું છે. આજે 41.3 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ   ગરમી નોંધાઈ હતી. જ્યારે અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્ત્વનું છે કે, ગઈકાલે અમરેલી, વડોદરા, ભુજ અને છોટા ઉદેપુરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, “આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે.

Gujarat GARMI

Gujarat GARMI :  જાણો કયા જીલ્લામાં કેટલું તાપમાન

શહેર   ગરમી
રાજકોટ 41.3
અમરેલી 41
વડોદરા 40.6
અમદાવાદ 40.5
ભુજ 40.3
છોટા ઉદેપુર 40.3
ગાંધીનગર 39.8
સુરત 39.6
ભાવનગર 39.2
ડીસા 39
વલસાડ 38.2
પોરબંદર 38.8
કંડલા 34.1
Gujarat GARMI

Gujarat GARMI :  ભીષણ ગરમીમાં શેકાઈ રહેલા લોકોને આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાન ઘટશે. છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવું ગરમ વાતાવરણ હોય છે. હજુ આગામી ત્રણ દિવસ સુધી આવી અંગ દઝાડતી ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, હાલમાં વરસાદ કે હીટવેવની વોર્નિંગ નથી. પરંતુ દરિયાઈ વિસ્તારોમાં ગરમ પવનો સાથે ગરમીમાં વધારો થઈ શકે છે.

શરીરને હાઇડ્રેટ રાખવા ક્યા-ક્યા પ્રવાહી પદાર્થોનું સેવન કરવું જોઇએ

Gujarat GARMI

ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ કે ડિહાઈડ્રેશનની સમસ્યા થઇ શકે છે, આવી સ્થિતિમાં તમારે વધારે પ્રમાણમાં પ્રવાસી ચીજોનું સેવન કરવો જોઈએ. ઉનાળામાં તમે ચોખ્ખું પાણી, તાજા ફળોનો રસ – ફ્રૂટ જ્યુસ, લીંબુ શરબત, છાશ-દહી, લસ્સી – મિલ્ક શેકનું સેવન કરીને શરીરને હાઇડ્રેટ રાખી શકો છો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે પાણી, નારિયેળ પાણી, મીઠા અને ખાંડ નાખેલા પ્રવાહનું પણ સેવન કરી શકો છો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.