દિવાળી આવી ગ્રીન ફટાકડાની ચર્ચા લાવી , જાણો શું છે ગ્રીન ફટાકડા

0
169
દિવાળી આવી ગ્રીન ફટાકડાની ચર્ચા લાવી
દિવાળી આવી ગ્રીન ફટાકડાની ચર્ચા લાવી

દિવાળી આવતાજ બજારમાં ખરીદીની ભીડ જોવા મળી રહી છે . દિવાળીના આગમનની સાથે જ ફટાકડા ( CRACKERS)ની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકારોએ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે ફટાકડા ક્યારે ફોડવા તેના પણ નિર્દેશો આપી દીધા છે. ત્યારે હાલ ગ્રીન ફટાકડા ( GREEN CRACKERS)પર બાળકોથી લઈને યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભારતમાં ઘણા રાજ્યોએ સામાન્ય ફટાકડા પર પ્રતિબંધ મુક્યો છે અને ગ્રીન ફટાકડાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ત્યારે લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ ગ્રીન ફટાકડા નામનું શું મળી રહ્યું છે માર્કેટમાં ? આવી સ્થિતિમાં જાણવું જરૂરી છે કે આ ફટાકડા પર્યાવરણ માટે સારા છે કે નુકશાન કારક ?

દિવાળી( DIWALI 2023 )નજીક આવી રહી છે ત્યારે ગ્રીન ફટાકડાની બોલબાલા છે , સામાન્ય ભાષામાં જો સમજીએ તો ગ્રીન ફટાકડા પર્યાવરણને નુકશાન નથી કરતા અને તેને ખાસ રીતે બનાવવામાં આવે છે. આ ઉપરાંત આ બનાવટમાં હાનીકારક રસાયણો વાપરવામાં આવતા નથી અને તેને કારણેજ હવા પ્રદુષણમાં(air pollution) નોધપાત્ર ઘટાડો પણ કરે છે. ગ્રીન ફટાકડા માટે એવું કહેવાય છે કે તેમાં એલ્યુમીનીયમ , બેરેનીયમ ,પોટેશિયમ નાઈટ્રેટ, અને કાર્બનનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને આજ કારણથી હવા પ્રદુષણને અટકાવી શકાય છે. કેટલાક વર્ષો પહેલા ગ્રીન ફટાકડા કેટલીક ગણીગાંઠી કંપનીઓ જ ઉત્પાદન કરતી હતી. પરંતુ હવે તેનું ઉત્પાદન લગભગ દરેક કંપનીઓ કરી રહી છે. અને સરકાર માન્ય એટલેકે ફટાકડા વેચાણ માટેની પરવાનગી ધરાવનાર દરેક વેપારીઓ વેચાણ કરી રહ્યા છે. આ ફટાકડા વિષે જાણીએ તો સામાન્ય ફટાકડાની જેમજ માચીસ વડે સળગાવવામાં આવે છે અને સુગંધ પણ ઉમેરવામાં આવે છે. આ ફટાકડા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે.

દિવાળી પર ફટાકડા ફોડવાનો ક્રેઝ અને આતિશબાજી બાળકો અને યુવાનોમાં વધુ જોવા મળે છે ત્યારે ગ્રીન ફટાકડાની કિમતો અને સમય ફટાકડાની કીમતોમાં કેટલો તફાવત હોય છે તે જાણવું પણ જરૂરી છે. આપને જણાવી દઈએ કે સામાન્ય ફટાકડા કરતા ગ્રીન ફટાકડા મોંઘા હોય છે પણ તે વાપરવા પણ ખુબ જરૂરી છે પર્યાવરણને બચાવવા . જોકે ચાલુ વર્ષે ગ્રીન ફટાકડાની માંગ વધી છે . સાથે જ ભારતના હસ્તકલાના કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે

ફટાકડાના વેપારીઓ (AMDAVAD ) કહી રહ્યા છે કે દરેક વર્ગ ધામધૂમથી દિવાળી ઉજવે છે ત્યારે આ વર્ષે ફટાકડાનું ઉત્પાદન કરતી મોટા ભાગની કંપનીઓએ પ્રયત્ન કર્યો છે કે દિવાળી દરમિયાન હવા પ્રદુષણ ઓછું રહે . અને ધુમાડો ઓછો થાય . ફટાકડાની ખરીદી કરતા લોકો પણ સજાગ બન્યા છે