Dhoni Jersey Number 7 : BCCI એ લીધો મોટો નિર્ણય

1
180
Dhoni Jersey Number 7
Dhoni Jersey Number 7

Dhoni Jersey Number 7 : વર્ષ 2007  ટી-20 વિશ્વકપ, વર્ષ 2011 ક્રિકેટ વલ્ડકપ, વર્ષ 2013  ચમ્પિયન ટ્રોફી,   ત્રણ ત્રણ icc ટ્રોફી ભારતને જીતીને આપનાર મહાન ક્રિકેટર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેના આગવા લુક અને ક્રિકેટ માટે જાણીતો છે, ભવિષ્યમાં જયારે પણ  ધોનીને યાદ કરવામાં આવશે ત્યારે તેના હેલીકોપ્ટર શોર્ટ્સ , drs સીસ્ટમ, ત્રણ ત્રણ icc ટ્રોફી, અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શાંત રહેવાની આગવી છાપને લઈને યાદ કરવામાં આવશે, પરંતુ હજુ એક વાત એવી છે જેને લઈને ધોની લોકોના દિલમાં હંમેશા જીવિત રહેશે એ છે તેના જર્સી નંબર 7 ને લઈને, ત્યારે હવે ધોનીના જર્સી નંબર (Dhoni Jersey Number 7) 7 ને લઈને bcci એ મોટો નિર્ણય લીધો છે. જોઈએ શું છે નિર્ણય ?       

 

Dhoni Jersey Number 7

મહેન્દ્રસિંહ ધોની એટેલે જર્સી નંબર 7 , અને જર્સી નંબર 7 એટલે માત્ર મહેન્દ્રસિંહ ધોની, જી હા 7  નંબરની જર્સી (Dhoni Jersey Number 7) હવે કોઈપણ અન્ય ભારતીય ક્રિકેટ ખેલાડીને મળશે નહીં. BCCIએ આ જર્સી નંબરને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે.   ‘ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રમતમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને મહેન્દ્રસિંહ ધોનીની 7 નંબરની જર્સીને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે.

સચિન તેંદુલકર પછી મહેન્દ્રસિંહ ધોની પ્રથમ એવા ક્રિકેટર છે જેમની જર્સી બોર્ડ દ્વારા નિવૃત્તિ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2017માં સચિન તેંદુલકરની જર્સી નંબર 10ને પણ નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIએ રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ, ખાસ કરીને ડેબ્યૂ કરનારા ખેલાડીઓને કહ્યું છે કે તેમની પાસે તેંદુલકર અને ધોનીની જર્સી સાથે સંબંધિત નંબરનો ઓપ્શન નહીં હોય.

dhoni jersey 7

 , ‘ભારતીય ટીમના યુવા ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ મહેન્દ્રસિંહ ધોનીની જર્સી નંબર 7 પસંદ ન કરે. BCCIએ રમતમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને મહેન્દ્ર સિંહ ધોનીની જર્સીને નિવૃત્ત કરવાનો (Dhoni Jersey Number 7) નિર્ણય લીધો છે. નવા ખેલાડીઓને હવે 7 નંબરની જર્સી નહીં મળે અને નંબર 10 પહેલાથી જ તેમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ICCના નિયમો અનુસાર, કોઈપણ ખેલાડી 1 થી 100 વચ્ચે કોઈપણ નંબર પસંદ કરી શકે છે, પરંતુ ભારતમાં આ ઓપ્શન થોડો ઓછો થઈ જાય છે. બીસીસીઆઈના અન્ય એક અધિકારીએ કહ્યું, ‘હાલમાં ભારતીય ટીમના નિયમિત ખેલાડીઓ અને દાવેદારો દ્વારા 60ની આસપાસની સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી જો કોઈ ખેલાડી એક વર્ષ કે તેનાથી થોડો વધુ સમય માટે ટીમની બહાર હોય તો પણ અમે કોઈપણ નવા ખેલાડીને તેનો નંબર આપતા નથી. આનો અર્થ એ છે કે ડેબ્યુ કરનાર ખેલાડીને માત્ર 30 નંબરોમાંથી પસંદ કરવાની તક મળશે.

કોને માંગ્યો હતો નંબર 7 | Who want Dhoni Jersey Number 7

dhoni and sachin

અગાઉ, જ્યારે 21 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરી રહ્યો હતો ત્યારે તે 19 નંબરની જર્સી પહેરવા માંગતો હતો. તે જ જર્સી નંબર પહેરીને તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. જોકે, તેને આ નંબર મળ્યો ન હતો કારણ કે ક્રિકેટર કોમેન્ટેટર દિનેશ કાર્તિક આ નંબરની જર્સી પહેરીને રમે છે. કાર્તિક હવે ટીમ ઈન્ડિયાનો સક્રિય ખેલાડી નથી પરંતુ તેણે હજુ સુધી નિવૃત્તિ લીધી નથી. આવી સ્થિતિમાં જયસ્વાલે 64 નંબરની જર્સી પહેરી હતી.

શુભમન ગીલ વિશે વાત કરીએ તો, તે જુનિયર સ્તરે પણ 7 નંબરની જર્સી (Dhoni Jersey Number 7) પહેરીને રમવા માંગતો હતો. પરંતુ તેને અંડર-19માં આ નંબર મળ્યો ન હતો કારણ કે તે પહેલાથી જ લેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેણે 77 નંબર પહેરીને રમવાનું નક્કી કર્યું. અને તે સિનિયર ટીમમાં પણ તે જ જર્સી નંબર પહેરીને રમે છે.

તમે આ પણ વાંચી શકો છો

મહેન્દ્ર સિંહ ધોનીએ ફેન્સની કાર પર ઓટોગ્રાફ આપીને જીત્યું દિલ, વીડિયો વાયરલ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.