બાલાસોર ટ્રેન દુર્ઘટના,કોંગ્રેસ અધ્યક્ષનો PM મોદીને પત્ર

0
168

બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે કોંગ્રેસ અધ્યક્ષ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે PM મોદીને પત્ર લખ્યો છે .જેમાં ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે સાવાલો ઉઠાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.પત્રમાં રેલવે વિભાગ અને મોદી સરકારના શાસન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. ચાર પાનાના પત્રમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ અનેક સવાલો ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર દ્વારા સતત ખામીયુક્ત અને ઉતાવળીયા નિર્ણય લેવામાં આવી રહ્યા છે

તેમણે પત્ર લખીને પૂછ્યું છે કે છેલ્લા 9 વર્ષથી રલવેમાં 3 લાખ પદો પર ભરતી કેમ નથી કરાઈ? .તેમણે રલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર પણ પત્રોમાં પ્રહાર કર્યા છે.તેમણે સીબીઆને સોંપવામાં આવેલી તપાસ અંગે કહ્યું છે કે રલવે મંત્રી તેની ભૂલ સ્વીકારવા માટે જ તૈયાર નથી. સીબીઆઈને સોંપવામાં આવેલી તપાસ અંગે ખડગેએ કહ્યું કે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે તે દર્શાવે છે કે કોઈ ગુનો થયો છે. આ કોઈ રલેવ દુર્ઘટના નથી 

સંજય રાઉતે પણ કર્યા પ્રહાર

Sanjay rawat 1

ઓડીસામાં 2 જૂને થયેલા ભયાનક ટ્રેન અકસ્માતે દેશને હચમચાવી નાખ્યો છે. આ દર્દનાક અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદથી વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. દરમિયાન, ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે પણ બાલાસોર ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીની નિંદા કરી હતી. રાઉતે આરોપ લગાવ્યો કે રેલવે વડાપ્રધાન માટે રમકડું બની  છે.પીએમ મોદી પર પ્રહાર કરતા સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન માત્ર લીલી ઝંડી બતાવતા રહે છે. આ તેમના માટે એક પ્રસંગ છે. પ્રચારનું એક માધ્યમ છે. વડાપ્રધાન મોટા આશ્વાસન આપે છે. બુલેટ ટ્રેન હાઈ સ્પીડ ટ્રેન લાવી રહ્યાં છે. પરંતુ જે ટ્રેન પાટા પર દોડી રહી છે તેને યોગ્ય રીતે ચલાવવામાં આવી રહી નથી. રેલવે મંત્રીએ આ ઘટનાની જવાબદારી લેવી જોઈએ અને નીતિમત્તાના મુદ્દે રાજીનામું આપવું જોઈએ. આ અકસ્માત તેમની બેદરકારીનું કારણ છે.