Delhi news :  ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારાનું ઘર સરકારે તોડી પાડ્યું !! જાણો કેમ ?  

0
153
Delhi news
Delhi news

Delhi news :   આજથી 4-5 મહિના પહેલા જે રેટ માઈનર હીરોના વખાણ કરતા વડાપ્રધાન મોદી થાકતા નહોતા તેમનું જ મકાન આજે સરકારની સંસ્થા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.  દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) દ્વારા ‘ડિમોલિશન’ અભિયાન દરમિયાન એ રેટ માઈનરના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ એ રેટ માઈનર હીરો છે, જે ગત વર્ષે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારામાંના એક હતા.

Delhi news

ડીડીએએ દિલ્હીના ખજૂરી ખાસમાં ઘણા મકાનો ધ્વસ્ત કરી દીધા. આ દરમિયાન રેટ-હોલ માઈનર વકીલ હસન પણ બેઘર થઈ ગયા હતા. એક વીડિયો મેસેજમાં હસને અધિકારીઓ પર કોઈપણ નોટિસ વિના તેમનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ‘મારું ઘર જ એક માત્ર એવી વસ્તુ હતી જે મેં પુરસ્કાર તરીકે (ઉત્તરાખંડ બચાવ અભિયાન માટે) માંગી હતી. પરંતુ ડીડીએએ કોઈ પણ નોટિસ આપ્યા વિના મારું ઘર તોડી પાડ્યું હતું,  

Delhi news  : રેટ માઈનરના બાળકો સાથે મારપીટ કરવાનો આરોપ 

Delhi news

વકીલ હસને કહ્યું કે, સરકારે મને આશ્વાસન આપ્યું હતું કે, તેમના ઘરને તોડવામાં નહીં આવશે પરંતુ તેમ છતાં મારું ઘર તોડી નાખવામાં આવ્યું. વીડિયોમાં તેમની સાથે રેસ્ક્યૂ ઓપરેશનના એક અન્ય સદસ્ય મુન્ના કુરેશી પણ હતા. તેમણે આરોપ લગાવ્યો કે, ઘટના દરમિયાન તેમના પર પોલીસ દ્વારા બર્બરતા કરવામાં આવી. તેમણે પોલીસ પર હસનના સગીર બાળકો પર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને મારપીટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. 

Delhi news  : બાળકોના રિઝલ્ટ પણ ન લઈ શક્યા

Delhi news

Delhi news : DDA દ્વારા રેટ માઈનરના ઘર પર અતિક્રમણની કાર્યવાહી કર્યા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે સરકારને ઘેરતા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વકીલ હસનની પત્ની ભાવુક થઈને કહી રહી છે કે તેમના પતિ તો ઉત્તરકાશીના હીરો હતા. તેમણે 41 શ્રમિકોના જીવ બચાવ્યા હતા. બધા તેમને સમ્માન આપી રહ્યા હતા અને આજે તે સમ્માનના બદલમાં મારું ઘર લઈ લીધુ. મોદીજી હાથ જોડીને કહે છે – સબકા સાથ, સબકા વિકાસ. અહીં અમારો વિકાસ ક્યાં છે? તેઓએ આવીને બાળકોને માર માર્યો, તેમને બહાર કાઢી મૂક્યા અને અમારું ઘર તોડી નાખ્યું. વકીલ હસન, મુન્ના કુરેશી અને મારા પુત્રને અંદર બંધ કરી દીધા.

હસનની પત્નીએ આગળ કહ્યું કે, બધાને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવામાં આવ્યા છે. અમે બાળકોના રિઝલ્ટ પણ ઘરમાંથી ન નીકાળી શક્યા બંધુ ત્યાં જ રહી ગયું. શું હવે સરકાર અમને જણાવશે કે, અમે ક્યાં જઈશું.

Delhi news  : BJPના ‘અન્યાયકાળ’ની સચ્ચાઈ છે

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે વકીલ હસને પોતાનો જીવ જોખમમાં મૂકીને ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકોનો જીવ બચાવ્યો હતો. ત્યારે પોતાના પ્રચાર માટે ભાજપના મોટા-મોટા નેતાઓએ તેમની સાથે તસવીરો લીધી હતી. જ્યારે પ્રચાર ખતમ થઈ ગયો તો આજે એ જ વકીલ હસનને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવામાં આવ્યા અને તેનું ઘર તોડીને તેમના બાળકોના માથા પરથી છત છીનવી લેવામાં આવી. ગરીબોના ઘર તોડવા, તેમને કચડી નાખવા, અત્યાચાર કરવો અને અપમાનિત કરવા… આ અન્યાય જ ભાજપના ‘અન્યાયકાળ’ની સચ્ચાઈ છે. જનતા આ અન્યાયનો જવાબ જરૂર આપશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे