HomeBreaking NewsGSEB Board Exam 2024 : બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર,...

GSEB Board Exam 2024 : બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર, આજથી  પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

GSEB Board Exam 2024 : બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર લેવાનાર બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે. 

GSEB Board Exam 2024  :  બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શક્શે

GSEB Board Exam 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાનાર છે. ત્યારે આજથી બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ  www.gseb.org પરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શક્શે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. આ ઉપરાંત ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે.

GSEB Board Exam 2024  :  તંત્રએ પણ પરીક્ષાને લઈને તૈયારી કરી લીધી

5 74 1

ગુજરાત બોર્ડની પરીક્ષાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે ત્યારે તંત્રએ પણ પરીક્ષાને લઈને તૈયારી કરી લીધી છે. નોંધનીય છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવાશે. 

GSEB Board Exam 2024  :  બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન

GSEB Board Exam 2024


ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે, તે માટેનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યનાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગયા વર્ષે ધોરણ 10, 12ના 16.49 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થી રિપીટર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી રિપીટર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી રિપીટર છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments