દિલ્હી જમીન કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલ સરકારે કેસ સી.બી.આઈ.ને મોકલ્યો છે. મુખ્ય સચિવ પર પુત્રને ૮૫૦ કરોડનો ફાયદો કરાવવાનો આરોપ છે. દિલ્હી સરકારે દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં સંપાદન કૌભાંડનો મામલો હવે સી.બો.આઈ.ને સોંપાયો છે. મુખ્ય સચિવ નરેશ કુમાર પર જમીનના મૂલ્યમાં 22 ગણો વધારો કરવાનો આરોપ છે. જેમાં તેમના પુત્ર કરણ ચૌહાણ સાથે જોડાયેલી કંપનીને ફાયદો થઇ શકે છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે બામનોલી જમીન કૌભાંડ અધિગ્રહણ કેસ સાથે સંબધિત તમામ રીપોર્ટ લેફ્ટ.ગવર્નર વી.કે. સક્શેનાને મોકલી આપ્યો છે. આ રીપોર્ટ મુખ્યમંત્રીને મંત્રી આતીષીએ રજૂ કર્યો હતો.
દિલ્હી જમીન કૌભાંડ મામલે બામનોળી ગામમાં 19 એકર જમીન સંપાદનમાં કથિત કૌભાંડ બદલ તપાસ રીપોર્ટમાં મુખ્ય સચિવ નરેશ કુમારને પદ પરથી હટાવવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિલ્હી સરકારે સી.બી.આઈ. ને આ રીપોર્ટ મોકલ્યો છે. દિલ્હી સરકારના મંત્રીએ સી.એમ અરવિંદ કેજરીવાલને સોપતા 650 પાનાનો રીપોર્ટ આપ્યો હતો. આ તપાસ રીપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જમીન કૌભાંડમાં અંદાજે ૮૫૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ જમીન વર્ષ ૨૦૧૫માં દ્વારકા એક્ષપ્રેસ હાઈવેના જમીન સંપાદન પહેલા માત્ર 75 લાખમાં ખરીદવામાં આવી હતી. જોકે આ મામલામાં મુખ્ય સચિવ કાર્યાલયે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમની ઓફિસનું કહેવું છે કે થોડા દિવસો પહેલા ડીવીઝનલ કમિશ્નરે ચોખવટ કરી હતી કે કેસમાં કોણ ગુનેગાર છે. આ ઉપરાંત તપાસની પણ વાત થઇ હતી. કેજરીવાલ સરકારના મંત્રી આતિશીનો રીપોર્ટ એ ફરિયાદની તપાસનું પરિણામ છે જેમાં આરોપ કરવામાં આવ્યો હતો કે મુખ્ય સચિવના પુત્રને એક વ્યક્તિ દ્વારા નોકરી આપવામાં આવી હતી જે બામનોલીના લાભાર્થી માલિકોના સંબધી હતા.
દિલ્હી જમીન કૌભાંડની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ સરકારના વિજીલન્સ મંત્રી આતીશીના રીપોર્ટ લેફ્ટ.ગવર્નરને આપ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે મુખ્ય સચિવ પદ પરથી તાત્કાલિક નરેશ કુમારને હટાવવા અને પદ પરથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રીપોર્ટ સી.બી.ઈ. અને ઇડી ને મોકલવાનો આદેશ પણ આપ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ હવે સી.બી.આઈ અને ઇડી કયા પ્રકારની કાર્યવાહી કરીને ખુલાસો કરે છે તે આવનારા દિવસોમાં જોવા મળશે.