પંજાબમાં ડાંગરની ખરીદી સરકારે બંધ કરતા વિપક્ષનો વિરોધ

1
51
પંજાબમાં ડાંગરની ખરીદી સરકારે બંધ કરતા વિપક્ષનો વિરોધ
પંજાબમાં ડાંગરની ખરીદી સરકારે બંધ કરતા વિપક્ષનો વિરોધ

પંજાબમાં ડાંગરની આવક સતત ચાલુ છે અને ખેડૂતો પોતાના વિસ્તારમાં આવેલા સરકારી એ.પી.એમ.સી. માં પોતાનું અનાજ વેચવા અને ટેકાના ભાવ સારા મળી રહે તે માટે પહોંચી રહ્યા છે. પરંતુ પંજાબ સરકારે ડાંગરની સતત આવક ચાલુ હોવા છતાં પણ પંજાબની ૧૫૫૯ જેટલી સરકારી સંસ્થાઓ જે ટેકાના ભાવે અનાજ ખરીદી રહી હતી તે બંધ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયનો ખેડૂતો સહિત તમામ વિપક્ષ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં ડાંગરની આવક ચાલુ છે અને ખેડૂતો પોતાનું અનાજ વેચવા પહોંચી રહ્યા છે ત્યારે પંજાબના સરકારી અનાજ ખરીદી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે જે વચેટીયાઓને સીધો ફાયદો આપવાનો નિર્ણય છે તેવો આરોપ પણ મુકવામાં આવ્યો છે. શિરોમણી અકાલીદળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ જણાવી રહ્યા છે કે પંજાબના બજારોમાં ડાંગરની આવક ચાલુ છે છતાં પણ સરકારે ખરીદવાનો નિર્ણય અને કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય રાજ્યના ખેડૂતોને આર્થીક નુકશાન પહોંચાડશે તે નક્કી છે . શિરોમણી અકાલી દળના પ્રમુખે વધુમાં કહ્યું કે પંજાબ સરકાર પહેલાથી જ ખેડૂતોના પાકના નુકશાનનું વળતર આપવાનો નનૈયો આપી રહી હતી ત્યારે ખેડૂતો સાથે ભેદભાવ રાખીને મનસ્વી રીતે સરકારી બજારોમાં ડાંગરની આવક ચાલુ હોવા છતાં પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Capture 37

પંજાબમાં ડાંગરની આવક સતત ચાલુ છે અને ખેડૂતો બજારમાં પોતાનું અનાજ વેચવા પહોંચી રહ્યા છે તેનું મુખ્ય કારણ વરસાદના વિલંબને કારણે વાવણી અને લણણીમાં થયેલા વિલંબને કારણે મોટી માત્રામાં થયેલું ઉત્પાદન હજી બજારોમાં પહોંચ્યું નથી. અને સરકારના આ નિર્ણયથી ખેડૂતો ચિંતામાં છે . અને આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે. સરકારી બજારોમાં 2.91 લાખ ટન ડાંગરનું આગમન થયું છે. છતાં ગત વર્ષાન સમયગાળા પ્રમાણે જ આ વર્ષે પણ સરકારી બજારોમાં ડાંગર ખરીદવાના કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતો સહિત તમામ વિપક્ષ દળ પંજાબ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

પંજાબમાં દિવાળી પર અચાનક ડાંગરની આવકમાં વધારો જોવા મળ્યો હતો. શિરોમણી અકાલી દળના પ્રમુખે આરોપ લગાવ્યો કે રાજ્યમાં 4.7 ટન ડાંગરના અચાનક આગમનની સીબીઆઈ તપાસ કરવી જોઈએ. તેમને જણાવ્યું કે ખેડૂતો સારી રીતે જાણે છે કે દિવાળી પર અનાજની ખરીદી કરવામાં આવતી નથી કારણકે આ દિવસોમાં ખરીદ સ્ટાફ અને કમીશન એજન્ટો બજારોમાં રજા પર હોય છે. આમ છતાં 4.7 ટન ડાંગરના ઉત્પાદનની ખરીદી સરકારી ખરીદ કેન્દ્રોમાં કરવામાં આવી છે તે આશ્ચર્ય જનક છે . આ ખરીદી પરથી એવું લાગી રહ્યું છે કે જુનું અનાજ ફરી સરકારી બજારમાં વેચાયું હોઈ શકે છે જેનાથી મોટો નફો રળી શકાય અને આ કેસની તપાસ સી.બી.આઈ. દ્વારા થવી તપાસ કરાવવી જોઈએ મોટું કૌભાંડ બહાર આવશે. આ ઉપરાંત શિયાળાનું આગમન અને કમોસમી વરસાદ સહિતના અનેક કારણોસર ડાંગરની કાપણી પણ મોડી થઇ હતી. અને માધ્યમ વર્ગના ખેડૂતો પાસે સાધન સંસાધનો પણ ઓછા હોવાને કારણે પોતાની ઉપજ હવે નીચા ભાવે વેચવા મજબુર બનવું પડશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.