Delhi Air Pollution : શિયાળાની શરૂઆત સાથે જ દિલ્હીની હવાની ગુણવત્તા અત્યત ખરાબ (Delhi Air Quality) થઈ રહી છે. ઑક્ટોબર 23-24ના રોજ હવાની ગુણવત્તા સૂચકાંક ‘ખૂબ નબળી’ શ્રેણીમાં હોવાની સંભાવનાને કારણે, પ્રદૂષણ નિયંત્રણ યોજનાના બીજા તબક્કા હેઠળના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. પ્રદૂષણમાં વધારો થવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારના કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે (Commission for Air Quality Management) નેશનલ કેપિટલ રિજન ઓથોરિટીને પાર્કિંગ ચાર્જ વધારવા અને સીએનજી/ઈલેક્ટ્રિક બસો, મેટ્રો સેવાઓને વધુ પ્રોત્સાહન આપવા નિર્દેશ કર્યો છે, જેથી ખાનગી વાહનવ્યવહારને નિરુત્સાહિત કરી શકાય. આ સૂચના શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણ (Air Pollution)નો સામનો કરવા માટે દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં લાગુ કરવામાં આવનાર કેન્દ્ર સરકારના GRAP (Graded Response Action Plan)ના બીજા તબક્કા હેઠળ આપવામાં આવી છે.
- હવાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક :
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા (Delhi Air Pollution)ની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકમાં, કમિશન ઓન એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થાની આગાહી દર્શાવે છે કે પ્રતિકૂળ હવામાન અને આબોહવાની પરિસ્થિતિઓ થવાની સંભાવના છે. 23 અને 24 ઓક્ટોબરે દિલ્હીની એકંદર હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ (Delhi Air Pollution) શ્રેણીમાં આવવાની શક્યતા છે.
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ GRAP ને સક્રિય રીતે અમલમાં મૂકવા માટે જવાબદાર વૈધાનિક સંસ્થા છે. 21 ઓક્ટોબરના રોજ દિલ્હીનો 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 248 હતો. તેથી આયોગે GRAP ના પહેલા તબક્કા ઉપરાંત સમગ્ર NCRમાં GRAP ના બીજા તબક્કાઓના પગલા પણ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
પંચે એક આદેશમાં જણાવ્યું હતું કે, “NCRમાં તમામ સંબંધિત એજન્સીઓ GRAP ના પ્રથમ તબક્કાના ઉપાયો ઉપરાંત બીજા તબક્કામાં પરિકલ્પના કરાયેલા પગલાંને તાત્કાલિક અસરથી અમલમાં મૂકશે.”
- ચાર તબક્કામાં લાગૂ થશે GRAP :
દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં હવાની ગુણવત્તાના આધારે GRAPને ચાર તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ના વિવિધ તબક્કા
પ્રથમ તબક્કો : AQI 201-300 = નબળો
બીજો તબક્કો : AQI 301-400 = ખૂબ જ નબળો
ત્રીજો તબક્કો : AQI 401-450 = ગંભીર
ચોથો તબક્કો : AQI 450 = ગંભીર કરતાં વધુ
AQI between
0-50 is “good”
51-100 “satisfactory”
101-200 “moderate”
201-300 “poor”
301-400 “very poor”
401-500 “severe”
An AQI above 500 falls in the “severe plus” category.
પ્રથમ તબક્કામાં, 500 ચોરસ મીટર જેટલી અથવા તેનાથી વધુ જમીનના પ્લોટ પર બાંધકામ અને ડિમોલિશન પ્રોજેક્ટ્સ પર કામ રોકવાના આદેશો આપવામાં આવે છે.
આ સિવાય પ્રથમ તબક્કામાં દિલ્હીના 300 કિલોમીટરની અંદર પ્રદૂષિત ઔદ્યોગિક એકમો અને થર્મલ પાવર પ્લાન્ટ્સ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે અને હોટલ, રેસ્ટોરન્ટ અને ખુલ્લા ભોજનાલયોના તંદૂરમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે છે. બાંધકામ અને ડિમોલિશન સાઇટ્સમાંથી ધૂળને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકાના યોગ્ય અમલીકરણની ખાતરી કરવી એ પણ પ્રથમ તબક્કા હેઠળ આવે છે.
- હવા ખૂબ ખરાબ થાય તે પહેલાં પગલાં લો :
બીજા તબક્કા હેઠળ લેવામાં આવનાર પગલાઓમાં વ્યક્તિગત વાહનોના ઉપયોગને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે પાર્કિંગ ચાર્જમાં વધારો અને CNG/ઇલેક્ટ્રિક બસ અને મેટ્રો સેવાઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. ત્રીજા તબક્કા હેઠળ, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં પેટ્રોલ પર ચાલતા BS-3 ફોર-વ્હીલર અને ડીઝલ પર ચાલતા BS-4 ફોર-વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે.
ચોથા તબક્કામાં તમામ પ્રકારના બાંધકામ અને ડિમોલિશનના કામ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારો શાળાના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો અને આવી પરિસ્થિતિઓ દરમિયાન સરકારી અને ખાનગી કચેરીઓ માટે ઘરેથી કામ કરવા અંગેના નિર્ણયો લેવા માટે પણ અધિકૃત છે. દેશ, દુનિયાના વધુ સમાચાર વાંચવા – અહી કલિક કરો –