Debt to India : OMG.. ભારત દેશની માથે 205 લાખ કરોડનું દેવું, સરકારે GDP  કરતા વધારે તો દેવું કરી દીધું છે!!  

0
956
Debt to India
Debt to India

Debt to India :  તમે ગુજરાતીમાં એક કહેવત તો સાંભળી જ હશે કે “ દેવું કરીને ઘી પીવું “ બસ આવું જ આપડી સરકારો કરી રહી છે. તમને આંખે અંધારા આવી જશે તેવા સમાચાર સામે આવ્યા છે, આપણી સરકારે દેશની કુલ આવક કરતાથી પણ વધુ દેવું કરી દીધું છે. દેશની કુલ GDP કરતા ભારત સરકાર માથે દેવું વધારે છે. અને આ અંગે વૈશ્વિક સંસ્થા IMF એ ભારત સરકારને ચેતવણી પણ આપી દીધી છે.

Debt to India

Debt to India :  ભારત માથે 205 લાખ કરોડનું દેવું

વાર્ષિક ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનું કુલ દેવું (Debt to India) વધીને ૨.૪૭ ટ્રિલિયન ડોલર એટલે કે રૂ. ૨૦૫ લાખ કરોડ થયું છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કુલ દેવું ૨.૩૪ ટ્રિલિયન ડોલર એટેલે કે રૂ. ૨૦૦ લાખ કરોડ હતું.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટાને ટાંકીને ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ ઈન્ડિયા બોન્ડસએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું દેવું  સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૧૬૧.૧ લાખ કરોડ હતું.  

DEBT TO INDIA 2

સંસ્થાએ  આરબીઆઈ, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) પાસેથી ડેટા એકત્રિત કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકાર પર સૌથી વધુ ૧૬૧.૧ લાખ કરોડ રૂપિયાનું દેવું છે એટલે કે કુલ દેવાના ૪૬.૦૪ ટકા. આ પછી, દેવામાં રાજ્ય સરકારોનો હિસ્સો ૨૪.૪ ટકા એટલે કે ૬૦૪ અબજ ડોલર (રૂ. ૫૦.૧૮ લાખ કરોડ) છે. રાજકોષીય ખર્ચ ૧૧૧ બિલિયન ડોલર એટલે કે ૯.૨૫ લાખ કરોડ રૂપિયા છે, જે કુલ દેવાના ૪.૫૧ ટકા છે. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ દેવામાં કોર્પોરેટ બોન્ડનો હિસ્સો ૨૧.૫૨ ટકા હતો, જે ૫૩૧ બિલિયન (રૂ. ૪૪.૧૬ લાખ કરોડ) છે.

MODI

Debt to India :  IMFએ આપી મોટી ચેતવણી

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ ઋણની આ સપાટી અંગે ભારતને ચેતવણી આપી છે. આઇએમએફના જણાવ્યા મુજબ કેન્દ્ર અને રાજ્યોને મેળવીને ભારતનું સામાન્ય સરકારી ઋણ (Debt to India) તેની જીડીપીના ૧૦૦ ટકાને વટાવી જઈ શકે છે. આ સંજોગોમાં લાંબા ગાળાનું ઋણ ચૂકવવામાં તકલીફ પડી શકે છે.  જો કે આઇએમએફના રિપોર્ટ સામે કેન્દ્ર સરકારે અસંમતિ વ્યક્ત કરી છે. સરકારી ર્દેવું (Debt to India)  જોખમની તુલનાએ ઘણું ઓછું છે. તેની પાછળનું કારણ એ છે કે મોટાભાગનું ઋણ ભારતીય રુપિયામાં જ છે.

તમે આ પણ વાંચી શકો છો

RAHUL GANDHI  : વધી શકે છે રાહુલ ગાંધીની મુશ્કેલી, pm મોદી પર કરેલી ટીપ્પણીથી કોર્ટ નારાજ