Bar Council of Gujarat :  રાજ્યના 272 બાર એસોસિએશનની આજે ચૂંટણી

2
551
બાર એસોસિએશન
બાર એસોસિએશન

Bar Council of Gujarat  :  વન બાર વન વોટ હેઠળ આજે અમદાવાદ સહિત રાજ્યના 272 બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ રહી છે.

1 લાખ 25 હજારથી વધુ મતદારો 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ સાંજના મતગણતરી શરૂ થશે. ગુજરાતના 272 બાર એસોસિએશનની (Bar Council of Gujarat) ચૂંટણીની મતગણતરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. વકીલો આજની ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

Bar Council of Gujarat

સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં મતદાન શરૂ થઇ ગયું છે. વડોદરામાં દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે મતદાન થઇ રહ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 41 પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. વડોદરામાં 3045 મતદાતાઓ મતદાન કરશે. પ્રમુખ પદ માટે વડોદરામાં નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે ટક્કર છે. કોરોનાની આશંકાના પગલે મતદાન મથક પર સેનેટાઈઝર,માસ્કની વ્યવસ્થા કરાઇ હતી.

અમદાવાદ જિલ્લા બાર એસોસિયેશનમાં 1770 વકીલો મતદાન કરશે. જયારે સુરત વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. સુરતમાં વકીલ મંડળના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર છે. સુરતમાં 4500 મતદાતા વકીલો મતદાન કરશે.સુરત વકીલ મંડળના ઉપપ્રમુખ માટે બે ઉમેદવાર છે. સેક્રેટરી માટે 2 ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી માટે 2 ઉમેદવાર, ટ્રેઝરર માટે 3 ઉમેદવાર, કાઉન્સિલ મેમ્બર માટે 17 ઉમેદવાર મેદાને છે. (Bar Council of Gujarat)

અમે તેને સતત અપડેટ કરતા રહીએ છીએ

                                         

તમે આ પણ વાંચી શકો છો                

  Debt to India : OMG.. ભારત દેશની માથે 205 લાખ કરોડનું દેવું, સરકારે GDP  કરતા વધારે તો દેવું કરી દીધું છે!!                                  

2 COMMENTS

Comments are closed.