DCvsKKR : IPL 2024 ની 47મી મેચ આજે 29 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારી ગયું હતું. જયારે બીજીબાજુ દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 10 રને હરાવ્યું હતું.
DCvsKKR : બંને ટીમો (KKR vs DC) વચ્ચે IPLમાં કુલ 33 મેચ રમાઈ છે જેમાં KKR 17 અને DC એ કુલ 15 મેચ જીતી છે. એક મેચ રદ કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર કોલકાતાની ટીમ દિલ્હીને પછાડી શકે છે. તેમને હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો મળી શકે છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો કોલકાતાની ટીમ 8માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે દિલ્હીની ટીમ 10માંથી 5 મેચ જીતીને છઠ્ઠા સ્થાને છે.
DCvsKKR : દિલ્હી કેપિટલ્સ ટીમ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આઈપીએલ મેચમાં યજમાન ટીમની બોલિંગની નબળાઈઓનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે. દિલ્હીએ છેલ્લી પાંચ મેચમાં ચારમાં જીત મેળવી છે. રિષભ પંતના નેતૃત્વમાં ટીમ ધીમે ધીમે લયમાં આવી રહી છે. બીજી તરફ મેન્ટર ગૌતમ ગંભીરની કોલકાતાની ટીમને છેલ્લી પાંચમાંથી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈડન ગાર્ડન્સનું મેદાન રનથી ભરેલું છે.
DCvsKKR : શું ફરી મોટો સ્કોર થશે?
DCvsKKR : પંજાબ અને કેકેઆર વચ્ચેની મેચમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી. KKR એ છેલ્લી મેચમાં મિશેલ સ્ટાર્કના સ્થાને દુષ્મંથા ચમીરાને સામેલ કર્યો હતો, પરંતુ તે પણ પ્રભાવ પાડી શક્યો ન હતો. સ્પિનર સુનીલ નારાયણ સિવાય બાકીના બોલરોએ ટીમને નિરાશ કરી હતી. દિલ્હી સામે યજમાન ટીમના બોલરોની કસોટી થશે. KKR માટે સારું છે કે નરેન બેટ સાથે ઉપયોગી સાબિત થઈ રહ્યો છે અને અન્ય બેટ્સમેન ફિલ સોલ્ટમાં ફોર્મમાં છે. આન્દ્રે રસેલ, કેપ્ટન શ્રેયસ અય્યર અને રિંકુ સિંહે પણ બેટિંગમાં પોતાનો હાથ બતાવવો પડશે.
DCvsKKR : મેકગર્ક શાનદાર ફોર્મમાં છે
DCvsKKR : યુવા બેટ્સમેન ફ્રેઝર મેકગર્ક દિલ્હી માટે જેકપોટ બની ગયો છે. લુંગી એનગિડી લીગમાંથી ખસી ગયા બાદ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે તેની આક્રમક ઇનિંગ્સથી ધમાલ મચાવી દીધી છે. આ 22 વર્ષીય બેટ્સમેને પાંચ મેચમાં 237.50ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તેણે છેલ્લી મેચમાં મુંબઈ સામે 27 બોલમાં 84 રન બનાવ્યા હતા. તેણે ઝડપી બોલરોને સખત માર માર્યો અને જસપ્રિત બુમરાહ જેવા બોલરને પણ છોડ્યો નહીં. આ સિવાય સુકાની રિષભ પંત અને દક્ષિણ આફ્રિકાના ટ્રિસ્ટન સ્ટબ્સ પણ દિલ્હીની બેટિંગને મજબૂત બનાવે છે. બોલિંગમાં સ્પિનર્સ કુલદીપ યાદવ અને અક્ષર પટેલ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો