Home State Gujarat “EVM આપણા બાપનું” કહેનાર ભાજપ નેતાનો પુત્ર પોલીસના કબજામાં, બૂથ પર હાજર...

“EVM આપણા બાપનું” કહેનાર ભાજપ નેતાનો પુત્ર પોલીસના કબજામાં, બૂથ પર હાજર અધિકારીઓ વિરુદ્ધ પણ તપાસનો ધમધમાટ

0
823
EVM Capturing : બૂથ કેપ્ચરિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ
EVM Capturing : બૂથ કેપ્ચરિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ

EVM Capturing : કેટલીક ફરિયાદોને બાદ કરતા ગુજરાતમાં મંગળવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. જો કે, આ બધાની વચ્ચે કેટલાક મતદાન મથક સહિત દાહોદમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે, દાહોદમાં ચૂંટણીના દિવસે બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

EVM Capturing : બૂથ કેપ્ચરિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ
EVM Capturing : બૂથ કેપ્ચરિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ

દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતા રમેશ માવજી ભાભોરના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિજય ભાભોર પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.

EVM Capturing: ભાજપ નેતાના પુત્રની ધરપકડ

બુથ કેપ્ચરીંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બુથ કેપ્ચરીંગ કરનાર વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે. વિજય ભાભોરની સાથે અન્ય એકની પણ ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. બુથ અધિકારી સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે.

EVM Capturing: ભાજપ નેતાના પુત્રની ધરપકડ
EVM Capturing: ભાજપ નેતાના પુત્રની ધરપકડ

કર્મચારી, પ્રિસાઈડિંગ ઓફિસરની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો કે, બુથ કેપ્ચરીંગ અંગે અન્ય કોઈ ફરિયાદ ન મળી હોવાની માહિતી સામે આવી છે. બુથ કેપ્ચરીંગ અંગે એબીપી અસ્મિતા પાસે મોટી જાણકારી આવી છે. પરથમપુર પ્રાથમિક શાળામાં કોણ અધિકારી તે અંગે મોટો ખુલાસો થયો છે. પ્રિસાઈડિંગ ઑફિસર તરીકે કાનાભાઈ રોહીત ફરજમાં હોવાનો ખુલાસો થયો છે. આસિ. પ્રિસાઈડિંગ ઑફિસર તરીકે ભૂપતસિંહ પરમાર ફરજમાં હોવાનો ખુલાસો થયો છે. પોલિંગ ઑફિસર તરીકે યોગેશ સોલ્યા મેલ હોવાનો ખુલાસો થયો છે. ફિમેલ પોલિંગ ઑફિસર તરીકે મયુરિકાબેન પટેલ હોવાનો ખુલાસો થયો છે. 

EVM Capturing: બુથ કેપ્ચરિંગ અંગે સ્ટાફને કારણદર્શક નોટિસ

  • પરથમપુર પ્રાથમિક શાળામાં બુથ કેપ્ચરિંગ થયું ત્યાં હાજર અધિકારીઓને નોટિસ 
  • પ્રિસાઈડિંગ ઓફિસર, આસી. પ્રિસાઈડિંગ ઓફિસર
  • મેલ અને ફીમેલ પોલિંગ ઓફિસર
  • મહીસાગર કલેકટર અને ચૂંટણી અધિકારી
  • પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે કાનાભાઈ રોહિત
  • આસી. પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે ભૂપતસિંહ પરમાર
  • યોગેશભાઈ સોલ્યા મેલ પોલિંગ ઓફિસર
  • મયુરિકા બેન પટેલ ફિમેલ પોલિંગ ઓફિસર

“EVM મશીન મારા બાપનું”

દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્રનું કારસ્તાન હવે કોઈનાથી છૂપું નથી તેમણે ચુંટણીની આચારસંહિતાના નિયમોને નેવે મૂકીને સંતરામપુરમાં બુથ પર મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે. આ કૃત્ય બીજા કોઇએ નહિ પરંતુ ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરએ કર્યું છે. વિજય ભાભોરે બુથ કેપ્ચર કરી લાઈવ સ્ટ્રીમિંગ કર્યુ હતું. આટલું જ નહિ લાઈવ સ્ટ્રીમિંગમાં બોલ્યો, “મશીન આપણા બાપનું છે, વિજય ભાભોરની શેખી, મશીન મારા બાપનું”

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે