GSEB RESULT : ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ-12 (12th Result 2024)વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે.
GSEB RESULT : પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. જેમાં સામાન્ય પ્રવાહનું પ્રથમવાર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. 12 સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે. સામાન્ય પ્રવાહની 1 હજારથી વધુ સ્કૂલનું પરિણામ 100% આવ્યું છે. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.
GSEB RESULT : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80 ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ જાહેર થયું છે.
GSEB RESULT : વિજ્ઞાન પ્રવાહમાં 2023ની તુલનાએ 16.87 ટકા વધુ પરિણામ આવ્યું
GSEB RESULT : આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણીયા કેન્દ્રનું સૌથી ઊંચુ 97.97 ટકા જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું સૌથી ઉંચુ 96.40 ટકા જ્યારે જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછુ 84.81 ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્રનું સૌથી ઉંચુ 99.61 ટકા જ્યારે ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 51.11 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં 2023ની તુલનાએ 16.87 ટકા વધુ પરિણામ આવ્યું છે.વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 1034 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો