કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે છે. રાહુલ ગાંધી લદ્દાખમાં અલગ-અલગ જગ્યાએ પાર્ટીના નેતાઓ સાથે અહીંના યુવાનો સાથે વાતચીત કરશે. તેમનો LACની મુલાકાત લેવાનો પણ કાર્યક્રમ છે. લદ્દાખમાં રાહુલ ગાંધીએ સંઘ પર આકરા પ્રહારો કર્યા હતા. અને કહ્યું કે આરએસએસ દરેક સંસ્થામાં પોતાના લોકોને બેસાડી રહી છે.રાહુલ ગાંધીએ બરોજગારી અંગે પણ આકાર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે દેશના મુખ્ય મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણની ચર્ચા નથી થતી, કાં તો નફરતની વાત છે કે પછી ઐશ્વર્યા રાય કે શાહરૂખ ખાનની વાત છે. દેશના મુખ્ય મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવે છે.
આરએસએસ પર રાહુલ ગાંધે કર્યા આકરા પ્રહાર
રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે આરએસએસના લોકો બધું ચલાવી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે આટલું જ નહીં, જો તમે કેન્દ્ર સરકારના કોઈપણ પ્રધાનને પૂછો તો તેઓ તમને કહેશે કે તેઓ વાસ્તવમાં તેમનું મંત્રાલય નહીં પરંતુ આરએસએસ દ્વારા નિયુક્ત કરાયેલા OSD ચલાવી રહ્યા છે. તેઓ એવું જ કરી રહ્યા છે.
લદ્દાખમાં યુવાનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે અલગતાવાદના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય લોકો દેશમાં નફરતનું વાતાવરણ બનાવી રહ્યા છે. જો તમે ભારતની આસપાસ જાવ, જનતાની વચ્ચે જાવ, તો તમે જોશો કે લોકો એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને આદર આપે છે.
ભારતની વિવિધતા તેની તાકાત છે
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની વિવિધતા આપણા દેશની તાકાત છે. લોકો તેને ઊંડાણથી સમજે છે. લોકોની વચ્ચે જઈને ઘણું શીખ્યા. અમે જુદા જુદા રાજ્યોમાં ગયા. હજારો લોકો સાથે વાત કરી. દેશના મુખ્ય મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણની ચર્ચા નથી થતી, કાં તો નફરતની વાત છે કે પછી ઐશ્વર્યા રાય કે શાહરૂખ ખાનની વાત છે. દેશના મુખ્ય મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવે છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ