સ્વચ્છતા અભિયાન સતત છ મહિના સુધી ચાલશે
ગુજરાતના સ્થાપના દિવસથી દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડિવાઈન વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ સર્વિસીસ ઇન્દોર નામની સંસ્થા ને પ્રાથમિક તબક્કે છ મહિના માટે કામ સોંપવામાં આવતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
જેમાં દાહોદ નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, પક્ષના નેતા રાજેશ સહેતાઈ, કારોબારી ચેરમેન લખન રાજગોર તથા સુધરાઈ સમિતિના સભ્યોની હાજરીમાં સફાઈ અભિયાન ની શરૂઆત કરવામાં આવી .
સ્વચ્છતા અભિયાન સતત છ મહિના સુધી ચલાવવામાં આવશે. જેથી દાહોદ નગર ને વધુ સ્વચ્છ બનાવી શકાય.
અહી ઉલ્લેખનીય છેકે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ખૂણે ખૂણે ચાલી રહ્યું હોય ત્યારે દાહોદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ કરીને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
વધુ સમાચાર માટે જોતા રહો VR live
વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ