ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગની પોતાના દેશના નાગરીકોને ચેતવણી

0
300

આપણે સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે : જિનપીંગ

જીત મેળવવા પૂરતો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે : જિનપીંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે તેમના પોતાના દેશના લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે, “ચીની નાગરિકોએ સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, ચીન અત્યંત મુશ્કેલ સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે. ચીનની સામે રાષ્ટ્રીય સુરક્ષાના જટીલ પડકારો ગંભીર અને નાટકીય ઢબે વધી ગયા છે. જીત મેળવવા માટે આપણી પાસે પૂરતો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે તેમજ આપણી શક્તિ શું છે? તેની પણ આપણને જાણ હોવી જોઈએ. ચીનની રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલી અને ક્ષમતાઓને હજી મોર્ડન બનાવવા માટેના પ્રયાસો કરવાની જરૂરિયાત છે. ચીને વાસ્તિવક લડાઈ અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તત્પરતા બતાવવી પડશે.” મહત્વનું જિનપીંગની પોતાના દેશના નાગરીકોને આ અપીલ બાદ પ્રશ્ન થઇ રહ્યો છે કે, ક્યાંક ચીન યુદ્ધની તૈયારીઓ તો નથી કરી રહ્યું ને? તેવો સવાલ ઉઠી રહ્યો છે.