બાળકના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સૌથી મહત્વનું કેન્દ્ર તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં અનેક પ્રકારની તાલીમ આપવામાં આવે છે
બાળકના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે.ગાંધીનગર સેક્ટર 20 સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે અનેક પ્રકારની અલગ-અલગ પ્રવૃતિઓ અને કેન્દ્ર કાર્યરત છે. પરંતુ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સૌથી મહત્વનું કેન્દ્ર તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર છે. આ કેન્દ્રમાં ગર્ભસ્થ માતાઓ તંદુરસ્ત, સ્વસ્થ તેમજ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ વિકસિત બાળકને જન્મ આપે તે માટે અલગ-અલગ પ્રકારની પ્રવૃતિઓ તેમજ અલગ-અલગ સંસ્કારોની તાલીમ આપવામાં આવે છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતાં રાજશ્રીબેને જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ઓનલાઈન અને ઓફલાઈન ગર્ભસંસ્કાર કેન્દ્રના વર્ગો ચાલે છે. જેમાં રોજ 30થી 35 ગર્ભવતી મહિલાઓ હાજર રહે છે. જેમાં ગર્ભવતી મહિલાઓને ગર્ભધ્યાન અને ગર્ભ સંસ્કારને લગતી અનેક પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ સંસ્કારોથી બાળક તંદુરસ્ત અને બુદ્ધિશાળી બને તે માટે આ કાર્યક્રમો દ્વારા ગર્ભસ્થ માતાઓને અગાઉથી સંસ્કારોનું પ્રશિક્ષણ આપવમાં આવે છે.છેલ્લા ઘણા વર્ષોથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ગર્ભવતી માતાઓ માટેની તાલીમ યોજવામાં આવી રહી છે. આ કેન્દ્રમાં ગર્ભસ્થ માતાઓને વૈદિક ગણિત, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સંગીત, યોગ, કસરત સહિતની અનેક પ્રકારની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. માતાઓને નોર્મલ ડિલિવરી થાય, તેમજ જન્મનાર બાળક સ્વસ્થ જન્મે તેવા ઉમદા હેતુઓની ગર્ભસ્થ માતાઓેને તાલીમ આપવામાં આવે છે. જેમાં ગર્ભવતી મહિલાઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બને તેવી પણ પ્રવૃતિઓ આ કેન્દ્રમાં ચલાવવામાં આવે છે.
તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં ન માત્ર ગુજરાત પણ દેશ-વિદેશથી પણ ગર્ભસ્થ માતાઓ ઓનલાઈન માધ્યમથી જોડાય છે. જેમાં જર્મનીથી ગાયનેકોલજીસ્ટ તેવાં ગર્ભસ્થ મહિલા ઓનલાઈન માધ્યમથી તપોવન કેન્દ્રમાં જોડાયેલાં છે. આ ઉપરાંત દુબઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા જેવાં દેશોમાંથી પણ ગર્ભસ્થ માતાઓ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રનો લાભ લે છે. તેમજ ભારતમાંથી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં અલગ-અલગ રાજ્યોમાંથી પણ ગર્ભસ્થ માતાઓ આ કેન્દ્ર સાથે જોડાયેલાં છે,
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યુનિવર્સિટીમાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે અનેક પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત બાળકના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે.
વાંચો અહીં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોંપી જવાબદારી