રશિયાની સીમાને અડીને નાટો દેશોના લડાકુ વિમાનો કેમ ગર્જયા- રશિયા થયો સચેત

0
56
રશિયા
રશિયા

નાટો દેશોએ રશિયા ની સરહદને અડીને આવેલા લિથુઆનિયામાં નાટો દેશોના સંમેલન બાદ મોટો હવાઈ અભ્યાસ કર્યો છે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે નાટો દેશોના લડાકુ વિમાનો રશિયા ની સરહદ પાસે જ ગર્જયા હતા અને તેના કારણે રશિયા ના કાન સરવા થઈ ગયા છે. આ કવાયત દરમિયાન નાટો દેશોના લડાકુ વિમાનો દ્વારા હવામાંથી હવામાં ફ્યુલ ભરવાનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.

લિથુઆનિયા નાટો સંગઠનનુ સભ્ય છે અને તેની સરહદ બાલ્ટિક સી સ્થિત રશિયન મિલિટરી બેઝને અડે છે. અહીંયા જ રશિયાની પરમાણુ મિસાઈલ્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. રશિયન નૌ સેનાના ઉત્તરી કાફલાનુ મુખ્ય હેડ ક્વાર્ટર પણ અહીંયા જ છે. રશિયા સમગ્ર બાલ્ટિક સી પર નજર રાખવા માટે આ જગ્યાનો ઉપયોગ કરે છે.

નાટો દેશોએ આ અભ્યાસ દરમિયાન ઈન્ટિગ્રેટેડ એર એન્ડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં તેની પણ ચકાસણી કરી હતી. જે નાટો દેશોની સુરક્ષા મજબૂત રાખવા માટે મજદરૂપ થાય છે.આ હવાઈ અભ્યાસનો હેતુ રશિયા તરફથી કોઈ ખતરો ઉભો થાય તો તેને કેવી રીતે ખાળી શકાય તે ચકાસવાનો હતો. નાટોને ડર છે કે, પુતિન બાલ્ટિક સી થકી નાટો દેશોને ટાર્ગેટ કરી શકે છે. આ માટે બાલ્ટિક સીના કેલિનિનગ્રાડ ખાતેથી રશિયન મિસાઈલો લોન્ચ કરી શકાય છે. આ ખતરાનો સામનો કરવા માટે નાટો દેશો સતત અભ્યાસ કરી રહ્યા છે નાટો દેશોએ યુક્રેનની બોર્ડરને અડીને ભારે સૈન્ય જમાવડો કર્યો છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર દબાણ સર્જવા માટે નાટો દેશો આ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે.

નાટો દેશોએ રશિયાની સરહદને અડીને આવેલા લિથુઆનિયામાં નાટો દેશોના સંમેલન બાદ મોટો હવાઈ અભ્યાસ કર્યો છે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે નાટો દેશોના લડાકુ વિમાનો રશિયાની સરહદ પાસે જ ગર્જયા હતા અને તેના કારણે રશિયાના કાન સરવા થઈ ગયા છે. આ કવાયત દરમિયાન નાટો દેશોના લડાકુ વિમાનો દ્વારા હવામાંથી હવામાં ફ્યુલ ભરવાનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.