Child Trafficking Racket: બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, આસિસ્ટન્ટ લેબર કમિશનર સહિત 7ની ધરપકડ

0
121
Child Trafficking Racket: બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, આસિસ્ટન્ટ લેબર કમિશનર સહિત 7ની ધરપકડ
Child Trafficking Racket: બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, આસિસ્ટન્ટ લેબર કમિશનર સહિત 7ની ધરપકડ

Child Trafficking Racket: CBI એ દિલ્હીમાં દરોડા પાડીને માનવ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માનવ તસ્કરી ગેંગના લોકો હોસ્પિટલમાંથી નવજાત શિશુઓની ચોરી કરતા હતા. બાળ વેપાર અને તસ્કરીનો આ મામલો માત્ર દિલ્હી સાથે જ નહીં પરંતુ NCR અને તેનાથી વધુ રાજ્યો સાથે સંબંધિત હોઈ શકે છે.

Child Trafficking Racket: બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, આસિસ્ટન્ટ લેબર કમિશનર સહિત 7ની ધરપકડ
Child Trafficking Racket: બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, આસિસ્ટન્ટ લેબર કમિશનર સહિત 7ની ધરપકડ

આસિસ્ટન્ટ લેબર કમિશનર પણ રેકેટમાં સામેલ

સીબીઆઈની ટીમે 3 નવજાત બાળકોને પણ બચાવ્યા છે. જે અલગ અલગ જગ્યાએથી ચોરાયા હતા. સીબીઆઈએ દરોડામાં કુલ 7 લોકોની અટકાયત કરી છે. સીબીઆઈ દ્વારા પકડાયેલા લોકોમાં એક આસિસ્ટન્ટ લેબર કમિશનર પણ સામેલ છે. સમગ્ર મામલામાં આસિસ્ટન્ટ લેબર કમિશનર ભૂમિકા પણ સામે આવી છે.

કેશવપુરમમાંથી ત્રણ નવજાત શિશુઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા

ચાઇલ્ડ ટ્રાફિકિંગ કેસ (Child Trafficking Racket) માં કેશવપુરમ વિસ્તારમાં એક ઘરમાંથી ત્રણ નવજાત બાળકો મળી આવ્યા છે. CBI એ શુક્રવારે મોડી સાંજથી દિલ્હીમાં એક સાથે અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. કેશવપુરમ, રોહિણી સહિત એનસીઆરમાં ઘણી જગ્યાએ સીબીઆઈની ટીમો સક્રિય હતી.

અહેવાલો અનુસાર રાજધાનીમાં આ રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. સીબીઆઈને આ વાતની જાણ થતાં જ તપાસ એજન્સીએ કાર્યવાહી કરી અને આ આરોપીઓની ધરપકડ કરી.

Child Trafficking Racket: હજી પણ થઇ શકે છે ચોંકાવનારા ખુલાસા

સીબીઆઈના અધિકારીઓનું માનવું છે કે અટકાયત કરાયેલા આરોપીઓની પૂછપરછ દ્વારા કેટલાક વધુ બાળકોના ગુમ થવાના કેસનો ઉકેલ આવી શકે છે અને કેટલીક ધરપકડ પણ થઈ શકે છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલીક મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોરાયેલા નવજાત શિશુઓને અલગ-અલગ જગ્યાએથી લાવીને નિઃસંતાન લોકોને વેચવામાં આવતા હતા. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે બાળકોને કઈ હોસ્પિટલ કે મેડિકલ સેન્ટરમાંથી લાવવામાં આવ્યા હતા. ચોરી કરવામાં આવી છે કે અન્ય કોઈ રીતે લાવવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે.

4 થી 6 લાખ રૂપિયામાં વેચતા નવજાત બાળકો

એજન્સી દ્વારા બાળકોના વેચાણ અને ખરીદીમાં કથિત રીતે સંડોવાયેલા મહિલા અને હોસ્પિટલના કર્મચારી સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સમગ્ર ભારતમાં નિઃસંતાન યુગલો સાથે જોડતો હતો જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતો દ્વારા બાળકોને દત્તક લેવા માંગતા હતા.

તેઓએ કથિત રીતે માતા-પિતા તેમજ સરોગેટ માતાઓ પાસેથી બાળકો ખરીદ્યા અને પછી 4 થી 6 લાખ રૂપિયાની કિંમતે બાળકોને વેચી દીધા. સીબીઆઈના જનાયાનુસાર આરોપીઓ દત્તક લેવા સંબંધિત બનાવટી દસ્તાવેજો બનાવીને કેટલાંક નિઃસંતાન યુગલોને છેતરવામાં પણ સામેલ હતા.

દિલ્હી અને હરિયાણામાં સાત સ્થળોએ દરોડા

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા બાળ તસ્કરી (Child Trafficking Racket)ના સંબંધમાં દિલ્હી અને હરિયાણામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા બાદ ત્રણ નવજાતને બચાવી લેવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે રોહિણી અને કેશવપુરમના કેટલાક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો