Mission Rupala: ક્ષત્રિયાણીઓ નજરકેદ, ‘મિશન રૂપાલા’ના નામથી મોટા આંદોલનની જાહેરાત

0
209
Mission Rupala: ક્ષત્રિયાણીઓ નજરકેદ, 'મિશન રૂપાલા'ના નામથી મોટા આંદોલનની જાહેરાત
Mission Rupala: ક્ષત્રિયાણીઓ નજરકેદ, 'મિશન રૂપાલા'ના નામથી મોટા આંદોલનની જાહેરાત

Mission Rupala: બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વિરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે, ત્યારે બોપલ ખાતે જૌહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિયાણીઓને પણ નજરકેદ કરવામાં આવી છે. બીજી તરફ રાજપૂત સંકલન સમિતિએ આંદોલનનું નામ મિશન રૂપાલા (Mission Rupala) આપ્યુ છે. ‘મિશન રૂપાલા’ના નામથી મોટા આંદોલનની જાહેરાત કરી કરવામાં આવી છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ક્ષત્રિય સમાજ વિશે કરેલા એક નિવેદનના કારણે વિવાદમાં ફસાયા છે. આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિવેદનથી ક્ષત્રિય સમાજની બહેનોનું અપમાન થયું હોવાના દાવા સાથે શ્રત્રિય સમાજની મહિલાઓ પરષોતમ રૂપાલાનો વિરોધ કરી રહી છે.

પદ્મની બા, ગીતા બા. તૃપ્તિ બા સહિતની સમાજની મહિલા અગ્રણીઓ ભાજપને પરષોતમન રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહી છે. તેમના વિરોધમાં ઠેર ઠેર પૂતળા દહનના કાર્યક્રમ પણ યોજાઇ રહ્યાં છે. અનેક જગ્યાં પરષોતમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા છે.

Mission Rupala: જૌહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિયાણીઓ નજરકેદ

અમદાવાદના બોપલમાં મહિપાલસિંહ સહિતના આગેવાનો બોપલ જોહર કરવાનો મક્કમ મનોબળ ધરાવતી ક્ષત્રિયાણીઓને મનાવવા પહોંચ્યા. અહીં ક્ષત્રિયાણીઓને જૌહર ન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

બોપલમાં ઝોન 7 ઇન્ચાર્જ DCP વિશાખા ડબરાલ પણ સમર્પણ બંગ્લોઝ પહોંચ્યા અને તમની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાજર રહી. બોપલ ખાતે જૌહર કરવાની જાહેરાત કરનાર મહિલાઓને નજરકેદ કરવામાં આવી હોવાના સમાચાર હાલમાં પ્રાપ્ત થઇ રહ્યા છે, તેમના ઘરની બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલાઓએ આજે સાંજે 4 વાગ્યે કમલમમાં જવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજપૂત સંકલન સમિતિએ આંદોલનનું નામ આપ્યું ‘મિશન રૂપાલા’ | Mission Rupala

રાજપૂત સમાજે રૂપાલા સામે બાંયો ચઢાવી દીધી છે, ત્યારે આજની બેઠખમાં રાજપૂત સંકલન સમિતિએ આંદોલનનું નામ મિશન રૂપાલા (Mission Rupala) આપ્યુ છે. ‘મિશન રૂપાલા’ના નામથી મોટા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

પીટી જાડેજાએ આ બેઠક દરમિયાન કહ્યું કે, રાજપૂત સમાજને ખુશ કરવા રૂપાલા આશાપુરાના દર્શને ગયા, રૂપાલાને રાજપૂતોનું નહીં, ભાજપૂતોનું સમર્થન મળ્યુ છે. કાયદો હાથમાં લીધા સિવાય રૂપાલા વિરુદ્ધ આંદોલન ચાલુ રહેશે. પોલીસ અને ક્ષત્રિયો સામે આવે તેવું અમે નથી ઇચ્છતા.

તેમને વધુમાં જણાવ્યુ કે, કરણીસેનાના માધ્યમથી રાજસ્થાનમાં પણ આંદોલન થશે. રાજપૂત સમાજની મહિલાઓને જૌહર ના કરવાની અપીલ કરવામાં આવી છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા સિવાય કોઈ રસ્તો નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો