Home State Gujarat Cervical Cancer Mission: ગુજરાતની મોટી સિદ્ધિ, 5 લાખથી વધુ દીકરીઓનું સર્વાઇકલ કેન્સર...

Cervical Cancer Mission: ગુજરાતની મોટી સિદ્ધિ, 5 લાખથી વધુ દીકરીઓનું સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ માટેનું રસીકરણ સંપન્ન

0
174
Cervical Cancer Mission
Cervical Cancer Mission

Cervical Cancer Mission: ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) મુક્ત રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવેલા રસીકરણ અભિયાનમાં રાજ્યએ એક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો છે. અત્યાર સુધીમાં રાજ્યની 5,14,566 દીકરીઓને હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) વેક્સિનનો પ્રથમ ડોઝ આપી સુરક્ષિત કરવામાં આવી છે. જોકે, આ આંકડાઓમાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે અમદાવાદ સ્માર્ટ સિટી રસીકરણની ઝડપમાં દાહોદ જેવા જિલ્લાઓ કરતા પણ પાછળ ત્રીજા ક્રમે છે.

Cervical Cancer Mission

Cervical Cancer Mission: રસીકરણ અભિયાનની મુખ્ય વિગતો:

  • કુલ લક્ષ્યાંક: રાજ્યમાં 14 વર્ષ પૂર્ણ કરનાર કુલ 5,62,324 પાત્ર દીકરીઓમાંથી અત્યાર સુધીમાં 5 લાખથી વધુ દીકરીઓને આવરી લેવામાં આવી છે.
  • અમદાવાદની નબળી કામગીરી: અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 48,443 પાત્ર દીકરીઓ છે, જેની સામે માત્ર 22,813 (47%) દીકરીઓનું જ રસીકરણ થયું છે, જે ચિંતાનો વિષય છે.
  • મફત સુરક્ષા કવચ: બજારમાં આ વેક્સિનના એક ડોઝની કિંમત અંદાજે ₹3,000 હોય છે. પરંતુ સામાન્ય પરિવારો પર આર્થિક બોજ ન પડે તે માટે સરકારે ₹150 કરોડના બજેટ સાથે આ રસી તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે.
  • રસી ક્યાં મળશે?: રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો, જિલ્લા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો તેમજ તમામ CHC અને PHC સેન્ટરો પર આ રસી ઉપલબ્ધ છે.

Cervical Cancer Mission: આરોગ્ય મંત્રીનો વાલીઓને અનુરોધ:

આરોગ્ય મંત્રીએ અભિયાનની સમીક્ષા કરતા સ્પષ્ટ કર્યું છે કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને અત્યાર સુધી લાખો ડોઝ આપવા છતાં ગંભીર આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી. તેમણે વાલીઓને અપીલ કરી છે કે કોઈપણ ડર રાખ્યા વગર 14 વર્ષની તમામ દીકરીઓને આ રસી અપાવીને કેન્સર સામે રક્ષણ અપાવવું જોઈએ.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Success at MSU: MSU પ્લેસમેન્ટમાં તેજી; કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીને ₹13.4 લાખનું પેકેજ, મંદી વચ્ચે પણ પ્લેસમેન્ટમાં 10%નો ઉછાળો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે