(CDS BIPIN RAVAT) ભારતનો દીકરો જેને આજે પણ આખો દેશ યાદ કરી રહ્યો છે જેનું નામ છે સ્વર્ગીય CDS બીપીન રાવત, ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ભૂતપૂર્વ સેનાપ્રમુખ બિપિન રાવતનું એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.જેને આજે ૨ વર્ષ પૂર્ણ થયા છે, આજના આ દિવસે આખો દેશ અશ્રુભીની શ્રધાંજલિ અર્પિત કરી રહ્યો છે, ૮ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ હેલીકોપ્ટર દુર્ઘટનામાં ભારતે એક બહાદુર સપુત (CDS BIPIN RAVAT) ગુમાવ્યો હતો, આજે આ દિવસે દેશના વીરસપુતને vr live પણ શ્રધાંજલી અર્પિત કરી રહ્યું છે,

કોણ હતા CDS બીપીન રાવત ?
જનરલ રાવત (CDS BIPIN RAVAT) નો જન્મ 16 માર્ચ, 1958ના રોજ ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં એક સૈન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા સૈન્યમાં લેફ્ટન્ટ જનરલ હતા. શિમલાની સેન્ટ ઍડવર્ડ્સ સ્કૂલમાંથી ભણ્યા બાદ તેમણે ખડકવાસલાની નેશનલ ડિફેન્સ અકાદમીમાં સૈન્ય પ્રશિક્ષણ હાંસલ કર્યું, દેહરાદૂનની ઇન્ડિયન મિલિટરી અકાદમીથી ટ્રેનિંગ મેળવ્યા બાદ તેઓ 11મી ગોરખા રાઇફલ્સ ટૂકડીની પાંચમી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા. ગોરખા બ્રિગેડમાંથી સેનાના સર્વોચ્ચ પદ પર પહોંચનારા તેઓ ચોથા ઑફિસર હતા,
આર્મી જનરલ માંથી CDS બન્યા સ્વ.બીપીન રાવત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) પદ રચવાની જાહેરાત કરી હતી. (CDS BIPIN RAVAT) જનરલ બિપિન રાવતે 31 ડિસેમ્બર 2019ના રોજ ભારતના પ્રથમ CDS તરીકે પદભાર સંભાળ્યો હતો.જનરલ રાવત આ પહેલાં ભારતીય સેનાના પ્રમુખ રહી ચૂક્યા હતા. તેઓ 31 ડિસેમ્બર 2016થી 1 જાન્યુઆરી 2017 સુધી ભારતના 26મા આર્મી પ્રમુખ રહ્યા CDS તરીકે જનરલ રાવતની જવાબદારીઓમાં ભારતીય સેનાના વિવિધ અંગોમાં તાલમેલ અને સૈન્ય આધુનિકીકરણ જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સામેલ હતી,

હેલીકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા !
MI-17વી 5 શ્રેણીનું હેલિકૉપ્ટર સુલુરથી વૅલિંગ્ટન જઈ રહ્યું હતું. હેલિકૉપ્ટર સુલુરના આર્મી બૅઝથી નીકળ્યું હતું. જે ખરાબ હવામાનના કારણે ક્રેસ થયું હતું, ક્રેશ થનાર હેલિકૉપ્ટરમાં ક્રૂ મૅમ્બર સહિત કુલ 14 લોકો સવાર હતા,
અનેક સેવા મેડલોથી સન્માનિત હતા CDS સ્વ.બીપીન રાવત
ચાર દાયકા લાંબા સૈન્ય જીવનમાં જનરલ રાવત (CDS BIPIN RAVAT) ને સૈન્યમાં બહાદુરી અને યોગદાન માટે પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ સિવાય અન્ય ઘણાં સન્માન મળ્યાં હતાં.
સ્વર્ગીય વીર સપુત CDS સ્વ.બીપીન રાવતની ખોટ દેશને હંમેશને માટે રહેશે,