Winter Special Food – 3 : ડાયાબિટીસના દર્દીઓ પણ ખાય શકે તેવો ખાંડ વિનાનો અડદિયા પાક

4
296
Traditional Gujarati Recipe ADADIYA PAK
Traditional Gujarati Recipe ADADIYA PAK

Adadiya Pak – Traditional Gujarati Recipe : અડદિયા પાક શિયાળામાં દરેક લોકોએ ખાવો જોઇએ. અડદિયા પાક તમે આ રીતે ઘરે બનાવો છો તો એકદમ પરફેક્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે. આ અડદિયા પાક તમે રોજ સવારમાં ખાઓ છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

ઠંડીને કારણે ઘણાં લોકોને સોજા આવવા, સાંધામાં દુખાવો થવો, કમરમાં દુખાવો થવો…જેવી અનેક પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. આ બધા દુખાવામાંથી બચવા અને દુખાવાને દૂર કરવા દરેક લોકોએ શિયાળામાં ઘરે બનાવીને વસાણાં ખાવા જોઇએ. તો તમે પણ ઘરે બનાવો અડદિયા પાક. (Adadiya Pak)

Adadiya Pak Traditional Gujarati Recipe

30 – 35 મિનિટબનાવવાનો સમય
ચોખ્ખું ઘી250-270 ગ્રામ
ગોળ200 ગ્રામ
અડદનો કરકરો લોટ250 ગ્રામ
મોળો માવો250 ગ્રામ                                                
મીક્ષ ડ્રાયફ્રુટ (કાજુ , બદામ અને સૂકી દ્રાક્ષ)250 ગ્રામ
ગુંદર150 ગ્રામ
અડદિયાનો મસાલો2 ચમચી
સૂંઠ પાઉડર1 ચમચી
ખસખસ2 ચમચી
ગંઠોડાનો પાઉડર1 નાની  ચમચી
ઈલાયચી અને જાયફળનો પાવડર1 નાની  ચમચી
દળેલી સાકર2 ચમચી
  • સૌપ્રથમ ગુંદર ને મિક્ષ્રરમાં દળીને પાવડર જેવો તૈયાર કરી લો
  • એક કઢાઈમાં મોળા માવાને લઈને ધીમા તાપે શેકીને તૈયાર કરી લઈશું, જ્યાં સુધી માવો આછા ગુલાબી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે
  • કડાઈમાં ઘી ગરમ કરવા માટે મુકીશું ઘી ગરમ (નોસેકું) થાય એટલે એમાં અડદનો લોટ  લઈ ધીમા થી મધ્યમ તાપ પર શેકી લઈશું, લોટને સતત હલાવતા રહેવું જેથી નીચે લોટ ચોંટે નહીં લોટને  લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે.
  • બ્રાઉન કલર આવે એટલે ગેસ એકદમ ધીમો કરીને એમાં ગુંદરનો બનાવેલો પાઉડર ધીમે ધીમે ઉમેરતા જઈશું.  હવે ધીમા ગેસ પર જ એને હલાવતા રહેવું જેથી ગુંદર સરસ રીતે તળાઈ જશે
  • ગુંદર મિક્સ થયા બાદ આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરીને તેમાં શેકેલો માવો ઉમેરીશું, માવાને સરસ રીતે આ મિશ્રણમાં મિક્સ કરી લેવાનો છે
  • તમામ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે આ મિશ્રણમાં બધા જ મસાલા  અને ડ્રાયફ્રૂટ ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું
  • કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મુકો, ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલો ગોળ ઉમેરીશું અને તે ઓગળે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહીશું.ગોળને  ફક્ત ઓગાળવાનો છે પાયો કરવાનો નથી, જેવો જ ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી દઈશું.
  • ઘી – ગોળ નું મિશ્રણ આપણે લોટમાં ઉમેરી દઈશું અને મિક્સ કરીશું હવે એમાં દળેલી સાકર નાખીશું તમારે જો દળેલી સાકર ના નાખવી હોય તો ગોળ નું પ્રમાણ તમે થોડુંક વધારી શકો છો
  • આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને પછી આમાંથી અડદિયા બનાવીશું, જો બનાવતા ના ફાવતું હોય તો તમે થાળીમાં પાથરી શકો છો
  • સરસ મજાનો ટેસ્ટી અને સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર  અડદિયા પાક (Adadiya Pak) બનીને તૈયાર છે, તમે આ પાકને બહાર બે થી ત્રણ દિવસ સુધી અને ફ્રીઝમાં રાખી તો ૧૫ – ૨૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

4 COMMENTS

Comments are closed.