Home State Gujarat Caught Red-Handed: ભાવનગરમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, વાઈની બીમારી મટાડવાના ભ્રમમાં કાચબાનું શાક બનાવ્યું,...

Caught Red-Handed: ભાવનગરમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, વાઈની બીમારી મટાડવાના ભ્રમમાં કાચબાનું શાક બનાવ્યું, ૪ શ્રમિકો જેલભેગા!

0
214
Caught Red-Handed
Caught Red-Handed

Caught Red-Handed: ભાવનગરમાંથી અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાઈ (એપિલેપ્સી)ની બીમારી કાચબો ખાવાથી મટી જાય છે, તેવી ખોટી માન્યતાના આધારે ભાવનગર એરપોર્ટ પરિસરમાંથી બે કાચબાનો શિકાર કરનારા ચાર પરપ્રાંતીય શ્રમિકોને વન વિભાગે રંગેહાથ ઝડપી લીધા છે. વન વિભાગની ટીમે દરોડો પાડીને એક જીવતો કાચબો બચાવી લીધો છે, જ્યારે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Caught Red-Handed

Caught Red-Handed: બીમારી મટાડવાના બહાને કર્યો શિકાર

ભાવનગર એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, જેમાં બિહારના કેટલાક મજૂરો કામ કરે છે. આ પૈકીનો એક શ્રમિક વાઈની બીમારીથી પીડાતો હતો. તેને કોઈએ ભ્રમમાં નાખ્યો હતો કે કાચબો ખાવાથી આ બીમારી મટી જાય છે. આ અંધશ્રદ્ધામાં આવીને મજૂરોએ બે કાચબા પકડ્યા હતા. તેમાંથી એક કાચબાને મારીને તેનું માંસ રાંધીને ખાય તે પહેલા જ વન વિભાગની ટીમ ત્રાટકી હતી.

Caught Red-Handed

Caught Red-Handed: FSL અને વેટરનરી ટીમની હાજરીમાં તપાસ

રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જી. ગલાણીના જણાવ્યા અનુસાર, વન વિભાગને એરપોર્ટ વિસ્તારમાં વન્યજીવનો શિકાર થતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે વન સ્ટાફે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી એક જીવતો અને એક રાંધેલો કાચબો મળી આવતા વન વિભાગે તાત્કાલિક FSL ટીમ, ફોરેસ્ટ વેટરનરી ઓફિસર અને સરકારી પંચોની હાજરીમાં મુદ્દામાલ કબજે કર્યો હતો.

Caught Red-Handed: બિહારના ૪ શ્રમિકો સામે ગુનો નોંધાયો

વન વિભાગે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી અને મદદગારી કરનારા અન્ય ત્રણ શ્રમિકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ: ૧. રવિન પાસવાન ૨. રામ પુકાર પાસવાન ૩. આનંદકુમાર મહંતો ૪. વિજયકુમાર મહંતો તરીકે થઈ છે.

આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ‘વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨’ (સુધારા અધિનિયમ ૨૦૨૨) ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી તેમને ભાવનગરની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. વન વિભાગે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે આરોપીઓના ૩ દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

Caught Red-Handed: અંધશ્રદ્ધામાં ન આવવા વન વિભાગની અપીલ

આ ઘટના બાદ વન વિભાગે જાહેર જનતાને કડક અપીલ કરી છે કે કોઈપણ નાગરિકે આવી અંધશ્રદ્ધા કે તબીબી આધાર વગરની ખોટી વાતોમાં દોરવાવું નહીં. વન્ય જીવોનો શિકાર કરવો કે તેમને નુકસાન પહોંચાડવું એ કાયદાકીય રીતે ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો છે. જો ક્યાંય પણ વન્યજીવ જોવા મળે તો તરત જ વન વિભાગનો સંપર્ક કરવો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ગુજરાત બ્યુરોક્રેસીમાં મોટા સમાચાર, રાજ્ય સેવાના ૧૮ અધિકારીઓને IAS તરીકે બઢતી, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે