HomeDeshબોક્સર મેરી કોમે કેન્દ્ર સરકાર પાસે માગી મદદ

બોક્સર મેરી કોમે કેન્દ્ર સરકાર પાસે માગી મદદ

સુપ્રસિદ્ધ બોક્સર એમસી મેરી કોમે ગુરુવારે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને ડામવા માટે કેન્દ્રની મદદ માંગી હતી. બુધવારે અહીં આદિવાસી આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેના પગલે રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઈફલ્સને મોકલવામાં આવી હતી. મેડલ વિજેતા બોક્સરે તેના ટ્વિટર પર રાજ્યમાં ચાલી રહેલી હિંસાની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ ટેગ કર્યા છે. કેન્દ્રીય મંત્રીઓને ટેગ કરીને  મેરી કોમે લખ્યું છે કે- મારું રાજ્ય સળગી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments