BOTAD BJP NEWS : ભાજપની તો જોવા જેવી થઇ, ભાજપના નેતાએ ચાલુ સભામાં ભાષણ કરતા કરતા આપ્યું રાજીનામું  

0
103
BOTAD BJP NEWS
BOTAD BJP NEWS

BOTAD BJP NEWS : પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને કારણે ભાજપમાં હવે જોયા જેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ભાજપના એક નેતાએ ચાલુ ભાષણ આપતાં આપતાં વચ્ચેથી અચાનક પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. બોટાદમાં ‘મોદી પરિવાર સભા’ માં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજીનામું આપ્યું છે. ત્યારે આ કિસ્સા હવે ચર્ચા જગાવી રહી છે. 

BOTAD BJP NEWS

BOTAD BJP NEWS :  બોટાદના પાળિયાદ ગામે ગઈકાલે રાત્રે યોજાયેલ ભાજપની ‘મોદી પરિવાર સભા’માં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે જાહેરમાં ભાષણ આપતાં આપતાં રાજીનામું આપી દીધું હતું. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને રાજીનામું આપ્યું હોવાનું તેઓએ જાહેરસભામાં જણાવ્યું હતું. તેવામાં ગઈકાલે બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે ‘મોદી પરિવાર સભા’માં ક્ષત્રિય સમાજના સમર્થનમાં જાહેરમાં રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો.

BOTAD BJP NEWS :  બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીનું ચાલુ સભાએ રાજીનામું

BOTAD BJP NEWS


BOTAD BJP NEWS :  બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં ‘મોદી પરિવાર સભા’ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે જિલ્લા ભાજપના મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મોદી સભા યોજાઈ હતી. આ મોદી સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રૂપાલાના નિવેદનના વિરોધમાં જાહેરમાં પ્રવચન કરી ક્ષત્રિય સમાજને સમર્થન આપીને જાહેરમાં ભાજપમાથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે.

BOTAD BJP NEWS :  ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે


BOTAD BJP NEWS :  વિજય ખાચરે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે. રૂપાલા સાહેબ દ્વારા ક્ષત્રિય સમાજનું જે અપમાન કરવામાં આવ્યું છે તેનાથી ક્ષત્રિય સમાજ નારાજ છે. 20 વર્ષથી હું ભાજપમાં કામ કરી રહ્યો છું. મતનો અધિકાર મને મળ્યો ત્યારથી હું ભાજપનો કાર્યકર્તા છું. આજે મારે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે. જેથી હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપું છું. હું એવું ઈચ્છું છું કે આ વિષયનો સુખદ અંત આવે. હું ભાજપના મોવડી મંડળને પ્રાથના કરું છું કે આના માટે પ્રયત્ન કરે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.