Home Videsh Bloodbath in Quetta: પાકિસ્તાનમાં લોહીયાળ રવિવાર, બલુચિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી બ્લાસ્ટ, મૃત્યુઆંક વધીને...

Bloodbath in Quetta: પાકિસ્તાનમાં લોહીયાળ રવિવાર, બલુચિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી બ્લાસ્ટ, મૃત્યુઆંક વધીને 30 થયો, 80 થી વધુ ઘાયલ

0
227
Bloodbath in Quetta
Bloodbath in Quetta

Bloodbath in Quetta: પાકિસ્તાનનો બલુચિસ્તાન પ્રાંત ફરી એકવાર ભયાનક આતંકવાદી હુમલાથી ધ્રૂજી ઊઠ્યો છે. રવિવારે ક્વેટા શહેરના ચમન ફાટક પાસે રેલવે ટ્રેક નજીક એક પ્રચંડ આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી હુમલાની સીધી ઝપેટમાં પેસેન્જર ટ્રેન જાફર એક્સપ્રેસ’ આવી ગઈ હતી. સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કમકમાટીભરી ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 80 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Bloodbath in Quetta

Bloodbath in Quetta: પ્રચંડ ધમાકો: ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, બારીઓના કાચ તૂટ્યા

મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે આત્મઘાતી હુમલો થયો ત્યારે જાફર એક્સપ્રેસ ક્વેટા કેન્ટ તરફ જઈ રહી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને પલટી ખાઈ ગયા હતા.

  • ઘટનાસ્થળની સ્થિતિ: ધમાકાની સાથે જ રેલવે ટ્રેક આસપાસ ભયાનક આગ ફાટી નીકળી હતી. આસપાસની ઇમારતોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા અને વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
  • રેસ્ક્યુ ઓપરેશન: ફાયર બ્રિગેડ, પોલીસ, રેસ્ક્યુ ટીમ અને સુરક્ષા દળો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બલુચિસ્તાન સરકારના ગૃહ મામલાના વિશેષ સહાયક બાબર યુસુફઝઈએ જણાવ્યું કે ઘટનાની ગંભીર તપાસ ચાલી રહી છે અને સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
Bloodbath in Quetta

Bloodbath in Quetta: આતંકીઓના નિશાના પર કેમ છે ‘જાફર એક્સપ્રેસ’?

જાફર એક્સપ્રેસ પાકિસ્તાન રેલવેની લાંબા અંતરની એક મુખ્ય ટ્રેન છે, જે બલુચિસ્તાનની રાજધાની ક્વેટાને પાકિસ્તાનના અન્ય મોટા શહેરો સાથે જોડે છે. આ ટ્રેન બલુચિસ્તાન સહિતના અનેક અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થાય છે, જ્યાં બલૂચ લિબરેશન આર્મી (BLA) નું વર્ચસ્વ છે.

  • તાજેતરના વર્ષોમાં બલુચિસ્તાનમાં રેલવે ટ્રેક, સુરક્ષા દળો અને સરકારી ઠેકાણાઓ પર હુમલા વધ્યા છે.
  • ગયા વર્ષે પણ BLA એ આ જ જાફર એક્સપ્રેસને હાઈજેક કરી લીધી હતી અને ૨૧૪ મુસાફરોને બંધક બનાવીને ૩૦ સૈનિકોની હત્યા કરી દીધી હોવાનો દાવો કર્યો હતો. હાલ આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.
Bloodbath in Quetta

Bloodbath in Quetta: શું છે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)?

બીબીસીના રિપોર્ટ અનુસાર, બલુચિસ્તાનમાં ઘણા લોકોનું માનવું છે કે ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા, પરંતુ તેમની મરજી વિરૂદ્ધ તેમને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા. આ જ કારણે ત્યાં સેના અને સ્થાનિકો વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલુ છે.

  • બલુચિસ્તાનમાં આઝાદીની માંગ કરનારા સંગઠનોમાં BLA સૌથી શક્તિશાળી સંગઠન છે, જેનો પ્રભાવ ૨૧મી સદીમાં ઘણો વધ્યો છે.
  • BLA બલુચિસ્તાનને પાકિસ્તાની સરકાર અને ચીનથી મુક્ત કરાવવા માંગે છે, કારણ કે તેમનું માનવું છે કે બલુચિસ્તાનના કુદરતી સંસાધનો પર માત્ર તેમનો જ હક છે. પાકિસ્તાન સરકારે ૨૦૦૭માં જ BLA ને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું હતું.
Bloodbath in Quetta

Bloodbath in Quetta: ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ: પાકિસ્તાન દુનિયામાં બીજા સ્થાને

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 ના તાજેતરના અહેવાલ મુજબ, પાકિસ્તાન આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં વર્ષ ૨૦૨૪ ના ચોથા સ્થાનેથી કૂદીને હવે બુર્કિના ફાસો પછી વિશ્વનો બીજો સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશ બની ગયો છે.

  • TTP નો આતંક: ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) ને સતત બીજા વર્ષે પાકિસ્તાનનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૪ માં આ ગ્રુપે ૪૮૨ હુમલા કર્યા, જેમાં ૫૫૮ લોકોના મોત થયા (જે ૨૦૨૩ ની સરખામણીએ ૯૧% વધુ છે).
  • હુમલાઓમાં વધારો: પાકિસ્તાનમાં TTP ના હુમલાઓમાં ૯૦% અને બલૂચ આર્મી (BLA) ના હુમલાઓમાં ૬૦% નો મોટો વધારો થયો છે. આ સાથે જ ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાન (IS-K) એ પણ હવે પાકિસ્તાની શહેરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
  • સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો: દેશભરની કુલ આતંકવાદી ઘટનાઓમાંથી ૯૦% હુમલા માત્ર ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન વિસ્તારમાં જ નોંધાયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મહેસાણાના વિજાપુરના મોતીપુરા પાસે એક કાર ચાલકે બાઇક-મોપેડને ફંગોળ્યા, 2 ના કમકમાટીભર્યા મોત, 8 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે