HomeVideshTragedy in Vietnam: વિયેતનામમાં ગોઝારો અકસ્માત, ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, ૧૪...

Tragedy in Vietnam: વિયેતનામમાં ગોઝારો અકસ્માત, ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, ૧૪ લોકો ગુમ

Tragedy in Vietnam: વિયેતનામના પ્રખ્યાત ફુ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ દરિયામાં પલટી જતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ બોટમાં ૩૨ ભારતીય પ્રવાસીઓ સવાર હતા, જેમાંથી ૧૮ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૧૪ લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

Tragedy in Vietnam

Tragedy in Vietnam: ઘટનાની વિગત

શનિવારે સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે આ દુર્ઘટના બની હતી. પ્રવાસીઓ ફુ ક્વોક નજીક આવેલા હોન મે રુટ ન્ગોઆઈ (Hon May Rut Ngoai) ટાપુની મુલાકાતે જઈ રહ્યા હતા. આ ટાપુ તેની પ્રાકૃતિક સુંદરતા અને કોરલ રીફ ડાઈવિંગ માટે જાણીતો છે. એન થોઈ બંદરથી પ્રવાસીઓ આ ટાપુ પર જવા માટે બોટ દ્વારા પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે દરિયાના મધ્યમાં બોટ પલટી ગઈ હતી.

Tragedy in Vietnam

Tragedy in Vietnam: તંત્ર દ્વારા બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને રાહત એજન્સીઓ કામે લાગી ગઈ છે. ગુમ થયેલા લોકોની શોધખોળ માટે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીય દૂતાવાસે પણ આ મામલે તાત્કાલિક નોંધ લીધી છે.

Tragedy in Vietnam
  • કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન: ભારતીય દૂતાવાસે હનોઈ અને હો ચી મિન્હ સિટી ખાતે કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. પ્રવાસીઓની સહાય માટે નીચે મુજબના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે:
    • +84 36 281 7930
    • +84 91 552 37 14
    • +84 33 452 0414

ભારતીય મિશનના અધિકારીઓ વિયેતનામના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે જેથી અસરગ્રસ્તોને દરેક શક્ય મદદ મળી રહે. હાલમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને ગુમ થયેલા પ્રવાસીઓ વિશે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ન્યુઝીલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, ૨૫ વર્ષ જૂની યાદો તાજી કરી, ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વેપાર બમણો કરવાનો નિર્ધાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments