HomeVideshHorror in the Skies: ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ હવામાં લટક્યો મુસાફર, પત્નીએ પકડી...

Horror in the Skies: ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ હવામાં લટક્યો મુસાફર, પત્નીએ પકડી રાખ્યા પગ, પ્લેનમાં સર્જાયો કાળમુખો અકસ્માત

Horror in the Skies: હવામાં ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડતા પ્લેનમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મુસાફર મોતના મુખમાં જઈને પાછો આવ્યો છે. ગ્રીસના આકાશમાં ઉડી રહેલા રાયનએર (Ryanair) ના એક વિમાનની બારી અચાનક તૂટી જતાં કેબિનમાં દબાણ ઘટી ગયું હતું અને વિન્ડો સીટ પર બેઠેલા ૬૧ વર્ષીય મુસાફરનું માથું અને ખભા બારીમાંથી બહાર ખેંચાઈ ગયા હતા.

Horror in the Skies

Horror in the Skies: કેવી રીતે બની આ ઘટના?

આ ફ્લાઇટ ગ્રીસના થેસાલોનિકીથી જર્મનીના મેમિંગેન જઈ રહી હતી. તે સમયે વિમાન મેસેડોનિયા ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ટાયર ફાટવા જેવો જોરદાર અવાજ આવ્યો અને વિન્ડો પેનલ તૂટી ગઈ.

સાક્ષીઓએ જણાવ્યું કે આ સમયે મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા. બારી તૂટતા જ કેબિનમાં દબાણ ઓછું થઈ ગયું અને ઓક્સિજન માસ્ક નીચે આવી ગયા હતા. વિન્ડો સીટ પર બેઠેલા સર્બિયન નાગરિકનું શરીર અડધું બારીની બહાર ખેંચાઈ ગયું હતું, પરંતુ ગનીમત એ હતી કે તેમણે સીટ બેલ્ટ બાંધેલો હતો.

Horror in the Skies

Horror in the Skies: પત્ની બની દેવદૂત

આ ગંભીર પરિસ્થિતિમાં તેમની પત્નીએ અસાધારણ હિંમત દાખવી હતી. પતિને બહાર ખેંચાઈ જતા જોઈ પત્નીએ તાત્કાલિક તેમના બંને પગ મજબૂતીથી પકડી લીધા હતા. આસપાસના અન્ય મુસાફરોએ પણ મદદ કરી અને તેમને સહીસલામત પ્લેનની અંદર ખેંચી લીધા હતા.

Horror in the Skies

Horror in the Skies: તપાસના આદેશ

ઘાયલ મુસાફરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. તેમને કેટલીક ઈજાઓ થઈ છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એન્જિનમાંથી છૂટા પડેલા કોઈ ટુકડાને કારણે બારી તૂટી હોઈ શકે છે, જોકે એરલાઇન દ્વારા સત્તાવાર કારણની તપાસ કરવામાં આવી રહી છે.

એરલાઇનનો પ્રતિસાદ

ઘટના બાદ પાયલોટે તુરંત જ વિમાનને થેસાલોનિકી એરપોર્ટ પર પરત વાળવાનો નિર્ણય લીધો હતો. રાયનએરે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિમાને સામાન્ય રીતે લેન્ડિંગ કર્યું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે. બાકીના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાની સઘન તપાસ હાલમાં ચાલી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 828 પોઈન્ટ ઉછળી 77,569 પર બંધ, નિફ્ટીમાં પણ મજબૂત ઉછાળો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments