મહારાષ્ટ્ર જીતવા ભાજપનો માધવ ફોર્મ્યુલા !

0
142

મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ કવાયતમાં લાગી ગયા છે. આ તરફ હવે મહારાષ્ટ્ર બીજેપી ફરી MADHAV ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. આ કારણે પાર્ટી મુખ્યત્વે માલી, ધનગર અને વણજારી (બનજારા) સમુદાયના OBC વર્ગને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર કરવાનું પગલું એ જ વ્યૂહરચનાનો એક ભાગ છે.તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનાર ચૂંટણીને લઈ હવે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. વાત જાણે એમ છે કે, રાણી અહિલ્યાદેવી હોલકર હિંમત, દાન અને ધાર્મિક કાર્યનું પ્રતીક છે. ધનગર સમાજ તેમને ભગવાનની જેમ પૂજે છે. ધનગર સમુદાય કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, પુણે, અકોલા, પરભણી, નાંદેડ અને યવતમાલ જિલ્લામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લગભગ 100 વિધાનસભા મત વિસ્તારોમાં ધનગર સમાજની હાજરી છે.