ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના રાહુલ ગાંધી પર પ્રહાર

0
273

ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીની સદસ્યતા ગુમાવવા અંગે સિંધિયાએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ સાંસદની સદસ્યતા રદ કરવામાં આવી હોય તો આ વખતે આટલો હંગામો કેમ કેમ થયો. છેલ્લા 10 વર્ષમાં ઘણા લોકો આ યાદીમાં સામેલ છે, તો શું કારણ છે કે આ વખતે આટલો હંગામો મચી રહ્યો છે, આપણી સંસદ કે લોકશાહીને ચાલવા દેવામાં નથી આવી રહી. લોકો કાળા કપડા પહેરીને આવી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ લોકશાહીનું અપમાન કર્યુ છે