આ ગણપતિ મંદિરને 21 હજાર જેટલા સૂર્યમુખીના ફૂલોથી શણગાર કરાયો

0
156

પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી

ચૈત્ર મહિના દરમિયાન, વસંતઋતુમાં વિવિધ ફૂલો ખીલે છે, તેમાંથી એક સૂર્યમુખી ફૂલ પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિને અર્પણ કરવામાં આવ્યું હતું. આ જાણીતા મંદિર 21 હજાર જેટલા સૂર્યમુખીના ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં રોજના હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે ભીડ જોવા મળે છે સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ અને નાસિકની સહ્યાદ્રી ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ સુર્ય્મુખીને આ જાણીતા મંદિરને  શણગારવામાં આવ્યું. પ્રથમ વખત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં 21 હજાર સૂર્યમુખીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂલની પાંખડીઓનો રંગ ઘેરો કેસરી અને મધ્ય ભાગ કાળો છે. આ ફૂલો દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે મંદિમાં લગાવેલા ફૂલો પર સૂર્યપ્રકાશ પડવાને કારણે આ ફૂલો વધુ સુંદર દેખાઈ રહ્યા છે.