ગુજરાતામાં ભાજપ કેટલા સાંસદોની ટિકિટ કાપશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે,, ત્યારે આ વખતે માત્ર 3થી 4 સાસંદો જ રિપીટ થાય થાય તેવી સંભાવના વર્તાઇ રહી છે, જ્યારે બાકીના સાસંદોની ટિકિટ કાપવાની તૈયારી ભાજપ હાઇકમાંડ કરી રહ્યો છે, જેમાં ઉમર બાધ તો રહેશે,, પણ સાથે તેમનુ પરફોર્મંશની સમિક્ષા થઇ રહી છે, જેના કારણે કયા સાંસદને ટિકિટ મળશે,, અને કોની ટિકીટ કપાશે તેને લઇને ચર્ચાઓ શરુ થઇ ગઇ છે, સુત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે ચારથી છ બઠકો ઉપર કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પણ ટિકિટ મળી શકે છે,, તેવી ચર્ચાઓ ચાલી રહી છે,
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે એડિચોટીનું જોર લગાવવાની શરુઆત કરી છે,, જેના માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરાઇ રહ્યા છે, જેમાં યુવાઓ મહિલાઓ ખેડુતો શહેરી વિસ્તારમાંના મતદારોને આકર્ષવા માટે કાર્યક્રમો થઇ રહ્યા છે, સાથે સાથે સાંસદોના રિપોર્ટ કાર્ડ ઉપર પણ ચર્ચા થઇ રહી છે, ત્યારે કેન્દ્રિય સ્તરે હાલમાં જ નિશ્ચિત ટિકિટ આપવા માટે નિશ્ચિત ગાઇડલાઇન પણ બનાવાઇ હોવાનુ સુત્રો ઉમેરી રહ્યા છે, પણ જે રીતે ક્રાઇટેરિયા છે તેમાં ગુજરાતના મોટા ભાગના સાસંદોને રિપીટ કરવાની સંભાવના નહીવત દેખાઇ રહી છે,
ટિકિટો માટે ક્રાઇટેરિયા માટેની ગાઇડ લાઇન
75 વરસથી ઉપરનાને ટિકિટ નહી અપાય
જેમના વિરુધ્ધ સ્થાનિક કક્ષાએ કાર્યકર્તાઓમાં નારાજગી હશે
સમિક્ષા રિપોર્ટમાં નબળી કામગીરી હશે તો નહી અપાય ટિકીટ
વધુ ક્રિમિનલ રેકોર્ડવાળાને નહી અપાય ટિકિટ
વિવાદમાં ફસાયેલા સાસંદોને નહી અપાય ટિકિટ
તેમ છતાં જીતાઉ ઉમેદવારને જ ટિકિટ અપાશે,
ગુજરાત ભાજપની તૈયારી-
ભાજપની હાલ ગુજરાતમા જે પણ કાર્યક્રમો થઇ રહ્યા છે તે 2024ને ધ્યાનમાં રખાવામા આવી રહ્યા છે, ખાસ બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરાઇ છે,સુત્રોની માનીએ તો 26 પૈકી માત્ર ત્રણ થી ચાર ઉમેદવારોને રિપીટી કરાવવાની સંભાવના છે, સાથે વિધાનસભાની જેમ નવોદિતોને પણ ટિકિટ આપીને ભાજપ પ્રયોગ પણ કરી શકે છે,
ભાજપે ઉમેદવારોની સમિક્ષા આંતરિક રીતે શરુ કરી
લોકસભા ચૂંટણી માટે ભાજપ આતંરિક રીતે સમિક્ષા અને સ્ક્રીનિંગ બન્ને કરાવી રહ્યું છે, ત્યારે સુત્રો કહી રહ્યા છે ભાજપ આઠથી દસ બેઠકો ઉપર નવા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે, તમને જણાવી દઇએ કે 2014 અને 2019માં પણ ચાલુ ધારાભ્યોને ટિકિટ આપવામા આવી હતી, ગુજરાતમાં 6 મહિલા સાંસદો છે, ત્યારે નવી યાદીમાં મહિલાઓની સંખ્યાં વધારો પણ થઇ શકે છે,
કોની ટિકિટ પાકી હોઇ શકે છે,
1 ગાંધીનગર –અમિત શાહ-
2 નવસારી સીઆર પાટીલ,
3 કચ્છ –વિનોદ ચૌહાણ
4- ભાવનગર- ભારતિ બેન શિયાળ
કોની ટિકિટ કપાઇ શકે છે
5 ખેડા- દવુ સિહ ચૌહાણ
6 જુનાગઢ- રાજેશભાઇ ચુડાસ્મા
7 પાટણ- ભરત સિંહ ડાભી
8 સુરત – દર્શના જરદોશ
9- અમદાવાદ પશ્ચિમ- ડો કિરિટ ભાઇ સોલંકી
10 વલસાડ-ડો,કેસી પટેલ
11-દાહોદ જશવંત સિહ ભાભોર
12 અમરેલી- નારાણભાઇ કાઠડીયા
13 રાજકોટ- મોહનભાઇ કુડારિયા
14- ભરુચ મનસુખ ભાઇ વસાવા
15-બનાસકાંઠા-પરબત ભાઇ પટેલ
16- બારડોલી પરભુ ભાઇ વસાવા
17 અમદાવાદ પુર્વ હસમુખ ભાઇ પટેલ
18 આણંદ મિતેશ ભાઇ પટેલ
19. જામનગર- પુનમબેન માડમ
20- પોરબંદર-રમેશ ભાઇ ધડુક
21 વડોદરા – રંજન બેન ભટ્ટ
22 પંચમહાલ,રતન સિહ રોઠાડ
23 સાબરકાંઠા દિપ સિંહ રાઠોડ
24 છોડા ઉદેપુર-ગીતા બેન રાઠવા
25 મહેસાણા શારદા બેન પટેલ, ભાજપ
26 સુરેન્દ્ર નગર- ડો મહેન્દ્ર મુંઝપરા
મહત્વની વાત એ છે કે ભાજપે અત્યારથી જ જેમને ટિકિટ નથી આપવાની તેમને સંકેતો આપી દીધા છે, સાથે કેટલાકને તો જાતે જ સન્યાસ લેવાની સુચના આપી દેવાઇ છે, એટલે તેઓ સામે થીજ ટિકિટ નહી લે તેવી જાહેરાત કરશે,, સાથે આંતરિક નારાજગી ન ફેલાય તે માટે ડેમેજ કંટ્રોલની કવાયત કરવા માટે સીઆર પાટીલ જિલ્લે જિલ્લે ફરીને તાગ મેળવી રહ્યા છે, કારણ કે વધુમાં વધુ માર્જીનથી ઉમેદવારો જીતે અને કોંગ્રેસના ઉમેદવારનું જમાનત પણ જપ્ત થાય તેવી રણનીતિ પર કામ થઇ રહ્યા છે,,