Bihar Jail Connection to Surat Bank Robbery: જેલમાંથી ઓપરેટ થતી ગેંગ બિહારની જેલમાંથી કુંદને કરાવી સુરતની SBIમાં 50 લાખની લૂંટ; ડેટા મેચ થતાં UPથી બે સાગરીતો ઝડપાયા

0
93
Bihar Jail Connection to Surat Bank Robbery
Bihar Jail Connection to Surat Bank Robbery

Bihar Jail Connection to Surat Bank Robbery:  સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ ભરબપોરે થયેલી રૂ. 50 લાખની સનસનાટીભરી લૂંટનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ હાઈપ્રોફાઈલ લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. લૂંટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે, અને તેણે જેલની અંદરથી જ ખાસ એપ્લિકેશનના માધ્યમથી આખી લૂંટનું પ્લાનિંગ કર્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના બે મુખ્ય સાગરીતો શુભમ કુમાર ઠાકુર અને વિકાસ સિંહને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી સુરત લાવી છે. તેમની પાસેથી લૂંટના રૂ. ૯૩,૦૦૦ અને ત્રણ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે.

Bihar Jail Connection to Surat Bank Robbery: ૧૦ બેંકોની રેકી અને ચૂંટણીના સમયનો ફાયદો ઉઠાવ્યો

Bihar Jail Connection to Surat Bank Robbery

તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારૂઓએ સુરતની અંદાજે ૧૦ જેટલી બેંક શાખાઓની રેકી કરી હતી. આખરે વરાછાની SBI શાખા પસંદ કરાઈ, કારણ કે ત્યાં મેટ્રો કન્સ્ટ્રક્શનના લીધે ટ્રાફિક ઓછો રહેતો હતો. લૂંટ માટે સુરત મનપાની ચૂંટણીનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. ચૂંટણીના બીજા જ દિવસે જ્યારે પોલીસ ફોર્સ ફિલ્ડ પર ઓછી વ્યસ્ત હોય, ત્યારે જ આ ઘટનાને અંજામ આપી તેઓ ફરાર થઈ ગયા હતા.

Bihar Jail Connection to Surat Bank Robbery: એકબીજાથી અજાણ લૂંટારૂઓ, એક વ્યક્તિના ૫-૫ ઉપનામ

Bihar Jail Connection to Surat Bank Robbery

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત શાતિર હતી. લૂંટમાં સામેલ શખ્સો એકબીજાને ઓળખતા નહોતા અને ઓળખ છુપાવવા દરેકને ૪ થી ૫ અલગ-અલગ ઉપનામો અપાયા હતા. સુરતના એક સ્થાનિક શખ્સને તેમને લાવવા-મૂકવાની જવાબદારી સોંપાઈ હતી. નવાઈની વાત એ છે કે ઓળખ માટે રિસીવરને લૂંટારૂનો આખો ફોટો આપવાને બદલે માત્ર તેના માથાના નીચેના ભાગની તસવીર મોકલવામાં આવતી હતી.

Bihar Jail Connection to Surat Bank Robbery: બોગસ દસ્તાવેજો અને નકલી આઈડીનો ખેલ

Bihar Jail Connection to Surat Bank Robbery

ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ, તમામ આરોપીઓના ઓળખ પત્રો મધ્યપ્રદેશમાંથી એક જ જગ્યાએથી બનાવવામાં આવ્યા હતા. આ બોગસ દસ્તાવેજોમાં માત્ર તસવીર જ સાચી હતી, જ્યારે નામ, સરનામું અને નંબર બધું જ નકલી હતું. આ નકલી દસ્તાવેજોના આધારે આરોપીઓએ લૂંટ પહેલા બે મહિના સુધી સુરતના જહાંગીરપુરા, રાંદેર અને વેડરોડ વિસ્તારમાં મકાનો ભાડે રાખ્યા હતા.

લૂંટની ૪૫ મિનિટ પહેલા ગ્રાહક બનીને રેકી કરી

Bihar Jail Connection to Surat Bank Robbery

લૂંટના દિવસે સાતેય લૂંટારૂઓ ૪૫ મિનિટ વહેલા બેંકમાં પહોંચી ગયા હતા. તેઓએ ગ્રાહક હોવાનો ઢોંગ કર્યો, કર્મચારીઓની તસવીરો લીધી અને કોણ ક્યાં બેસે છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. જેમના ફોન ચાલુ નહોતા તેઓ પણ ફોન પર વાત કરવાનો નાટક કરીને અંદરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. ત્યારબાદ માત્ર ૧૫ મિનિટમાં જ બંદૂકની અણીએ કર્મચારીઓ અને ગ્રાહકો સહિત ૧૦થી વધુ લોકોને બંધક બનાવી રૂ. ૫૦ લાખની લૂંટ ચલાવી હતી.

કર્મચારીની સતર્કતાથી ૨ કરોડનું ગોલ્ડ બચ્યું

લૂંટારૂઓ વાસ્તવમાં ૨ થી ૩ કરોડ રૂપિયા લૂંટવાના ઈરાદા સાથે ૫ મોટી બેગ લઈને આવ્યા હતા. પરંતુ કેશ કાઉન્ટર પર અપેક્ષા કરતાં ઓછી રકમ હતી. આ શાખા ગોલ્ડ લોનમાં બીજા ક્રમે હોવાથી તિજોરીમાં રૂ. ૧.૫૦ થી ૨ કરોડની ગોલ્ડ જ્વેલરી હતી. લૂંટારૂઓએ જ્યારે તિજોરીની ચાવી માંગી, ત્યારે બેંક કર્મચારીએ ચાલાકીપૂર્વક જણાવ્યું કે ચાવી મેનેજર પાસે છે અને તેઓ હાજર નથી. આ સાંભળીને લૂંટારૂઓ માત્ર સામે દેખાતી કેશ લઈને ભાગી છૂટ્યા હતા.

૧૦૦૦ CCTV ફૂટેજ અને કેન્દ્રીય પોર્ટલના ડેટાથી ઓળખ થઈ

Bihar Jail Connection to Surat Bank Robbery

લૂંટારૂઓ એટલા બેખૌફ હતા કે તેમણે ચહેરા પણ ઢાંક્યા નહોતા. સુરત ક્રાઈમ બ્રાન્ચની ૧૦૦ થી વધુ પોલીસ જવાનોની ટીમે ૧૦૦૦ થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવીમાં દેખાતા સ્પષ્ટ ચહેરાઓને કેન્દ્રીય એજન્સીઓના ખાસ ગુનેગાર પોર્ટલના ડેટા સાથે મેચ કરતાં જ તમામ આરોપીઓની ઓળખ થઈ ગઈ હતી. લૂંટમાં વપરાયેલી બાઈક્સ કીમ પાસેના કન્યાસી ગામના એક ખેતરમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી, જ્યાં તેઓ બાઈક અને ખાલી થેલા ફેંકીને નેશનલ હાઈવે-૪૮ થઈ અલગ-અલગ રાજ્યોમાં ભાગી ગયા હતા.

અયોધ્યાના આશ્રમમાંથી શુભમ ઝડપાયો

મુખ્ય આરોપી શુભમ ઠાકુર લૂંટ બાદ હિંમતનગર થઈને યુપીના રાયબરેલી ભાગી ગયો હતો, જ્યાં તેને વિકાસ નામના સાગરીતે રૂ. ૯૮,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. શુભમ સતત ૭ દિવસ સુધી લોકેશન બદલતો રહ્યો અને અંતે અયોધ્યાના એક આશ્રમ નજીકથી ઝડપાઈ ગયો. શુભમ બિહારનો નામચીન ગુનેગાર છે અને તેની સામે હત્યા તથા આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તેને આશરો આપનાર વિકાસ સિંહની ગોંડા જિલ્લામાંથી ધરપકડ કરાઈ છે.

૪ રાજ્યોમાં સર્ચ ઓપરેશન શરૂ

હાલ સુરત પોલીસ બંને આરોપીઓને ૪ દિવસના ટ્રાન્સિટ રિમાન્ડ પર સુરત લાવી છે. બાકીના રૂ. ૪૯ લાખ રિકવર કરવા અને ગેંગના અન્ય ૫ સભ્યોને ઝડપી પાડવા માટે સુરત પોલીસની ચાર અલગ-અલગ ટીમો હાલ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં ધામા નાખીને બેઠી છે. આ સાથે જ બિહારની જેલમાં બંધ મુખ્ય સૂત્રધાર કુંદન ભગતનો કબજો મેળવવા માટે પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવ માટે અંહી ક્લિક કરો: શેરબજારમાં અદભૂત રિકવરી, સેન્સેક્સ 941 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300ને પાર; ગ્લોબલ માર્કેટ અને ક્રૂડમાં ઘટાડાથી બજાર ગ્રીન ઝોનમાં