HomeGujaratBig Relief for HSC Students: ધો. 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, 'બેસ્ટ ઓફ...

Big Relief for HSC Students: ધો. 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ‘બેસ્ટ ઓફ ટુ’ વિકલ્પ સાથે જૂનમાં પૂરક પરીક્ષા, નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓને વર્ષ બચાવવાની તક

Big Relief for HSC Students: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યા બાદ હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા છે અથવા જેઓ ઉત્તીર્ણ થયા હોવા છતાં પોતાના પરિણામથી સંતુષ્ટ નથી, તેમના માટે બોર્ડ દ્વારા આગામી જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

Big Relief for HSC Students

Big Relief for HSC Students: બેસ્ટ ઓફ ટુ’ નો મળશે લાભ

આ વર્ષની પૂરક પરીક્ષાની સૌથી મોટી વિશેષતા બેસ્ટ ઓફ ટુ’ સિસ્ટમ છે. આ નિયમ મુજબ, જો કોઈ વિદ્યાર્થી પોતાની માર્ચની પરીક્ષાના પરિણામ કરતા પૂરક પરીક્ષામાં વધુ સારા ગુણ મેળવે છે, તો તેનું શ્રેષ્ઠ પરિણામ માન્ય રાખવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડતું અટકશે અને તેમને આગળના અભ્યાસ માટે કોલેજમાં પ્રવેશ મેળવવાની તક મળશે.

Big Relief for HSC Students: પરીક્ષાની તૈયારીઓ તેજ

બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચ-2026ની મુખ્ય પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ આવ્યું છે. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ આવતા અઠવાડિયે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. બોર્ડે આજથી જ પરીક્ષા લક્ષી વહીવટી કામગીરી શરૂ કરી દીધી છે.

વિદ્યાર્થીઓએ શું કરવું?

  • પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે પોતાની શાળાનો પણ સંપર્ક કરી શકશે.
  • જૂન મહિનામાં લેવાનારી આ પરીક્ષાનું પરિણામ પણ ઝડપથી જાહેર કરવામાં આવશે જેથી પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ ન થાય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 નેપાળમાં ‘ટેક્સ યુદ્ધ’, ભારતીય સામાન પર નવા કડક નિયમોથી બોર્ડર પર ચક્કાજામ, શું બાલેન શાહ મુશ્કેલીમાં મુકાશે?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments