આ એરીયાના મુખ્ય ચાર રસ્તાની નજીક આવેલા સર્વિસ રોડ સાંજે કરાશે બંધ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં છે અને શહેરના તમામ રસ્તાઓ પર દિવસે ને દિવસે આ સમસ્યા ખુબ મોટા પ્રમાણમાં વધી રહી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં નારોલ નરોડા હાઈવે પર દરરોજના લાખો વાહનો પસાર થઇ રહ્યા છે.
પૂર્વ વિસ્તારની ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં 10 જેટલા મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય ચાર રસ્તા નજીકના સર્વિસ રોડને સાંજે 6-30 થી 8-30 બંધ કરવામાં આવશે અને કોઈ પણ વાહનોને સર્વિસ રોડ પર પ્રવેશ કરવા દેવામાં નહિ આવે .
જેમાં જશોદા નગર ચાર રસ્તા , કૃષ્ણ નગર ચાર રસ્તા ,ઠક્કર નગર ચાર રસ્તા ,ખોડિયાર નગર ચાર રસ્તા, નારોલ ચાર રસ્તા વિગેરે જંકશન પર આ પ્રમાણે કડક નિયમ પાળવામાં આવશે.
અહી ઉલ્લેખનીય છેકે આ નિર્ણય થી સર્વિસ રોડ પર આવેલી રહેણાંક સોસાઈટીને અસર ચોક્કસ પડશે કારણકે આ સમયે ઘરે પરત ફરતા લોકો પોતાના ઘરે કેવી રીતે જશે તે મોટો યક્ષ પ્રશ્ન છે.
વધુ સમાચાર માટે જોતા રહો VR લાઈવ
સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ