ભુજ-નિંદ્રાધીન ચીફ ઑફિસર જીગર પટેલ સસ્પેન્ડ

0
220

CMના કાર્યક્રમમાં આ અધિકારી હતા ઘોર નિંદ્રામાં

ભુજ નગર પાલિકાના ચીફ ઑફિસર જીગર પટેલને સસ્પેંડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યાં છે અને આ ઓફિસર નિંદ્રાધીન હતા. ભુજ ખાતે મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમમાં આ અધિકારીનો વિડીઓ વાઈરલ થયા બાદ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે નિર્ણય લીધો છે.  નગરપાલિકા ચીફ ઓફિસર સામે હવે ખાતાકીય તપાસ કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. ભુજ નગર પાલિકા ના આ ચીફ ઓફિસર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉંઘતા અધિકારીનો વિડીઓ વાઈરલ થયા બાદ સરકારી અધિકારીઓની કાર્યક્ષમતા ઉપર અનેક સવાલો થયા હતા . અહી ઉલ્લેખનીય છેકે ભુજમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રાસંગિક પ્રવચન કરી રહ્યા હતા અને સરકારે કરેલા વિકાસના કર્યો અંગેની વટ જણાવી રહ્યા હતા તે ઉપરાંત સરકારી અધિકારીઓને જરૂરી સુચન પણ કરી રહ્યા હતા ત્યારે ભુજ નગર પાલિકાના ચીફ ઓફિસરનો ચાલુ કાર્યક્રમમાં ઉંઘતા હતા તે વિડીઓ ઝડપથી વાઈરલ થયો હતો ત્યાર બાદ સરકાર તરફથી કડક પગલા લેવામાં આવ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ