પુણેમાં શરૂ થયું વૃક્ષો બચાવવા ચિપકો આંદોલન

0
47

આશરે 6000 જેટલા વૃક્ષો બચાવવા કરી રહ્યા છે આંદોલન

પુણેમાં પર્યાવરણ બચાઓ આંદોલન અત્યારે ચરમસીમાએ છે. પર્યાવરણવાદીઓ પુણે રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ સામે તેમની લડાઈ લડી રહ્યા છે. પર્યાવરણવાદીઓએ સંભાજી ગાર્ડનથી નદીના કિનારા સુધી મોટી સંખ્યામાં કુચ કરી હતી. પુણે રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કિનારા પર આવેલા આશરે 6000 જેટલા વૃક્ષોને કાપવાના છે ત્યારે આ સમાચાર મળતાજ તમામ પર્યાવરણવાદીઓ ઘણા સમયથી વૃક્ષોને બચાવવા મુહિમ ચલાવી રહ્યા છે. એક તરફ તંત્ર વિકાસ દ્વારા જાહેર જનતાને આનંદ દાયક સુવિધા આપવાનો દાવો આ પ્રોજેક્ટ અંતર્ગત કરી રહ્યું છે ત્યારે અત્યારે ચિપકો આંદોલને પુણે શહેરના નાગરિકો સહિત ભારતભરમાં તેમને ટેકો મળી રહ્યો છે. ચિપકો આંદોલન શબ્દ ઉત્તરાખંડના ટિહરી જીલ્લામાં જન્મેલા સુંદરલાલ બહુગુણાએ ૧૯૭૦માં આપ્યો હતો તે સમયે તેમને વૃક્ષોને બચાવવા ચિપકો આંદોલનની શરૂઆત કરી હતી. અને વૃક્ષોને ભેટીને ઉભા રહ્યા હતા અને વૃક્ષોને કાપવા પહોંચેલા તંત્રને રોક્યા હતા આ ઘટનાએ ભારતવર્ષમાં ચર્ચા જગાવી હતી. તત્કાલીન પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીએ 15 વર્ષ સુધી આંદોલનની જગ્યા પર આવેલા વૃક્ષોને કાપવામાં નહિ આવે તેવી જાહેરાત પણ કરી હતી. ત્યારથી પર્યાવરણના બચાવમાં જયારે પણ આંદોલનકારીઓ પાસે કોઈ વિકલ્પ ન હોય ત્યારે ચિપકો આંદોલન કરતા હોય છે . અને તંત્રને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઈવ સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ