HomeGujaratપત્નીએ પત્નીને કેમ દજાડ્યો- પોલીસ ફરિયાદ થઇ

પત્નીએ પત્નીને કેમ દજાડ્યો- પોલીસ ફરિયાદ થઇ

દામ્પત્ય જીવનમાં વિશ્વાસનો બંધન મહત્વપુર્ણ હોય છે,,પણ જો વિશ્વાસ જ ન હોય તો સમગ્ર સંસાર વિખેરાઇ જાય છે, ત્યારે વડોદરામાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,,જ્યાં પત્નીની નારાજગી પતિને લઇને એટલી વધી કે તેણે પતિને ઇલેક્ટ્રીક ઇસ્ત્રીથી દજાડવાનો પ્રયત્ન કર્યો,,

ઘટના વડોદરાના માંજલપુરની છે,જ્યાં મરાઠી પરિવાર સુભાષ રાવ દુર્ગેએ જે ફરિયાદ નોધાવી છે કે તેમની પત્નીથી છેલ્લા ઘણા સમયથી તેમનો અણબનાવ છે તેમની પત્ની શંકાશિલ પ્રવૃતિની છે, તેઓ એક જ મકાનમાં રહે છે,, પણ સાથે નથી રહેતા, ત્યારે શુક્રવારે અચાનક તેમના પત્ની ઘરમા આવ્યા ત્યારે તેઓ કપડાને ઇસ્ત્રી કરી રહ્યા હતા, તેમના પત્નીએ ઇસ્ત્રી તેમના ચહેરા ઉપર લગાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યુ કે તુ મેરા નહી હુઆ તો કિસી ઔર કા નહી હોને દુંગી,ત્યારે સુભાષ રાવે બચાવ કરતા ઇસ્ત્રી તેમના હાથ ઉપર લાગી હતી, અને તેઓ હાથમાં દાજી ગયા હતા,સાથે તેની પત્ની બાળકીને લઇને પણ જતી રહી હતી, જેને લઇને પોલીસ હવે તપાસ કરી રહી છે, વધુસમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ , વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments