Bhavnagar :ભાવનગર જિલ્લાના દેવળિયા ગામમાં પાટીદાર વૃદ્ધ ખેડૂત દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે થયેલા હુમલાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. છેલ્લા એક વર્ષથી સૌરાષ્ટ્રના અનેક ગામડાંમાં પાટીદાર પરિવારો પર થતા હુમલાઓને કારણે ચિંતા વધી રહી છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિત પરિવારને આધાર આપવા સુરત પાટીદારો મોટાપાયે એકજૂઠ થયા છે.

બુધવાર, 21 નવેમ્બરની સવારે સુરતમાંથી પાટીદારોનો 30 કારનો કાફલો દેવળિયા ગામ માટે રવાના થયો. દેવળિયા પહોંચીને તેઓ પીડિત દંપતીને હૂંફ પૂરું પાડશે અને ગામજનો સાથે વાતચીત કરશે. બપોરે 3:30 વાગ્યે ‘લોકસંવાદ’ કાર્યક્રમ યોજાશે, જેમાં પોલીસ અધિકારીઓ ખેડૂતો અને ગામજનોને કાયદાકીય સુરક્ષાની ખાતરી આપશે.
Bhavnagar :ગામડાંમાં સમરસતા જળવાય તે માટે લોકસંવાદનું આયોજન
સૌરાષ્ટ્રના ગામડાંમાં વધતા હુમલાના પ્રકરણોને ધ્યાનમાં રાખીને આ ‘ખેડૂત લોકસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે. દેવળિયા ગામ સાથે આસપાસના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે, જેથી પીડિત પરિવારને નૈતિક ટેકો મળી રહે અને એકજૂઠ મનોભાવ સામે આવે.

Bhavnagar : “સૌરાષ્ટ્રનાં ગામડાંને જીવંત કરવાનો પ્રયાસ” — વિજય માંગુકિયા

પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું કે દેવળિયા જેવી ઘટનાઓ પાછલા એક મહિનામાં અનેકવાર બની છે. ગામડાંને જીવંત રાખવા, સમરસતા જાળવવા અને ન્યાય માટે જનક્રાંતિનું આ પ્રારંભિક પગલું છે. “અમે 30 જેટલી ગાડીઓ સાથે જઈને પીડિતો અને ગામજનોને હૂંફ આપવાના છીએ. પોલીસ પ્રશાસન પણ આ પ્રયાસમાં સહયોગ આપી રહ્યું છે,” તેઓએ જણાવ્યું.
આ લોકસંવાદ પ્રોગ્રામ દ્વારા ખેડૂતોની સુરક્ષા, ગ્રામ્ય સમરસતા અને ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ વધુ મજબૂત થાય તેવી તમામની અપેક્ષા છે.
વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :




