HomeGujaratBetting Raid in Vadodara: અલકાપુરીમાં IPL મેચ પર પ્રોજેક્ટર લગાવી સટ્ટો રમતું...

Betting Raid in Vadodara: અલકાપુરીમાં IPL મેચ પર પ્રોજેક્ટર લગાવી સટ્ટો રમતું નેટવર્ક ઝડપાયું, 5 શખ્સોની ધરપકડ

Betting Raid in Vadodara: આઈપીએલ (IPL) સીઝન દરમિયાન સટ્ટાબજાર ગરમાયું છે, ત્યારે વડોદરા શહેર પોલીસે બાતમીના આધારે અલકાપુરી વિસ્તારમાં દરોડા પાડી ઓનલાઈન સટ્ટો રમતા 5 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી વાહનો અને મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Betting Raid in Vadodara

Betting Raid in Vadodara: ગુપ્ત મકાનમાં ચાલતું હતું સટ્ટાનું નેટવર્ક

પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, અલકાપુરી અરુણોદય સર્કલ પાસે આવેલી અરુણોદય સોસાયટીના એક જૂના મકાનમાં કેટલાક ઈસમો એકઠા થયા છે. આ શખ્સો પ્રોજેક્ટર પર લાઈવ મેચ જોઈને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન સટ્ટો રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા અફરાતફરી મચી ગઈ હતી.

Betting Raid in Vadodara: ઝડપાયેલા આરોપીઓના નામ:

દરોડા દરમિયાન પોલીસે નીચે મુજબના 5 શખ્સોની અટકાયત કરી છે:

  1. અશોક શિવરામભાઈ ખરલ (પ્રગતિનગર, ગોરવા)
  2. ધર્મેશ રમેશભાઈ કહાર (નવાપુરા)
  3. પિયુષ ચંપકલાલ તડવી (સેવાસી)
  4. સુનિલ છગનભાઈ બારૈયા (લક્ષ્મીપુરા)
  5. વિજય ભીખાભાઈ વાઘેલા (સયાજીગંજ)

₹2.91 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ કાર્યવાહીમાં સટ્ટાના સાધન તરીકે વપરાતા સાહિત્ય અને વાહનો કબજે કર્યા છે, જેમાં સામેલ છે:

  • 5 મોબાઈલ ફોન
  • હાઈ-ટેક પ્રોજેક્ટર
  • 5 વાહનો
  • કુલ કિંમત: ₹2,91,000/- નો મુદ્દામાલ.

પોલીસની કડક કાર્યવાહી

વડોદરા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સટ્ટાના તાર અન્ય કયા બુકીઓ સાથે જોડાયેલા છે અને કઈ એપ્લિકેશનનો ઉપયોગ થતો હતો તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઉધના રેલવે સ્ટેશન ‘યુદ્ધના મેદાન’માં ફેરવાયું 8000 મુસાફરો વચ્ચે માત્ર 2 ટ્રેન, ભારે અફરાતફરીમાં મહિલાઓ-બાળકોની કીકિયારીઓ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments