દિવાળી પહેલા આ ચાર રાશિવાળાના જીવનમાં આવશે પરિવર્તન

2
93
દિવાળી પહેલા આ ચાર રાશિવાળાના જીવનમાં આવશે પરિવર્તન
દિવાળી પહેલા આ ચાર રાશિવાળાના જીવનમાં આવશે પરિવર્તન

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર અને શનિને મહત્વપૂર્ણ ગ્રહ ગણવામાં આવે છે. શુક્ર સુખ સંપતી , વિલાસિતા, ઐશ્વર્ય અને ધન વિગેરેનો કારક માનવામાં આવે છે . જયારે શનિ ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે. એટલેકે તે ન્યાયના દેવતા છે. કર્મફળ દાતા છે. શનિ દરેક જાતકને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. શુક્ર અને શનિના જાતકોની કુંડળીમાં શુભ સ્થિતિ ફર્શ થી અર્શ સુધી પહોંચાડી શકે છે. જયારે તેનાથી વિપરીત અશુભ સ્થિતિ જાતકોને માનસિક, શારીરિક, અને આર્થીક નુકશાન આપે છે. આપને જણાવી દઈએ કે દિવાળી પહેલા બે મોટા ગ્રહની સ્થિતિમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. 12 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવાશે . અને ચાર રાશીના જીવનમાં પરિવર્તન પણ લાવશે. જયોતિષીઓના કહેવા પ્રમાણે જે ચાર રાશિઓમાં પરિવર્તન આવશે તો દિવાળી પહેલા 3 નવેમ્બરના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેના બરાબર બીજા દિવસે 4 નવેમ્બર શનિદેવ કુંભ રાશિમાં વક્રી માર્ગી અવસ્થામાં આવશે. કોઈ પણ ગ્રહ માર્ગી અવસ્થાનો અર્થ તેની સીધી ચલ સાથે છે. અને શુક્ર અને શનિની સ્થિતિમાં ફેરફાર ચાર રાશિવાળાના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. જાણો આ ચાર રાશીઓ જેના જીવનમાં દિવાળી પહેલા પરિવર્તન આવશે.

મેષ રાશી

મેષ રાશી વાળા જાતકો માટે નવેમ્બર મહિનો અત્યંત લાભકારી સિદ્ધ થઇ શકે છે. આ દરમિયાન આકસ્મિક ધનલાભના યોગ છે. આ રાશિના નોકરિયાતોની આવકમાં વૃદ્ધિની સાથે નવી તકોની પ્રાપ્તિ થઇ શકે છે . પાર્ટનર સાથે સારો તાલમેલ, વેપારીઓ માટે પણ આર્થીક લાભકારી રહેશે .

મિથુન રાશી

મિથુન રાશી વાળા જાતકો માટે દિવાળીનું પર્વ ભેટ લઈને આવી શકે છે . દિવાળી પહેલા શુક્ર અને શનિ આ રાશી પર કૃપા વરસાવી શકે છે અને બંને ગ્રહના પ્રભાવથી તમારી આર્થીક સ્થિતિમાં સુધારો થશે. સુખદ સમાચાર મળી શકે છે.

વૃષભ રાશી

વૃષભ રાશી વાળા માટે શુક્ર અને શનિની સ્થિતિમાં પરિવર્તન જીવનમાં પોઝીટીવ ફેરફાર લાવી શકે છે . વૃષભ રાશીના જાતકોની મહેનત રંગ લાવશે. અને રાશી વાળા જાતકોને આર્થીક ફાયદો થશે . ધન સંબંધી મામલાનો ઉકેલ આવશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલા નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

મકર રાશી

મકર રાશિવાળા જાતકો માટે શુક્ર અને શનિ જીવનમાં ખુશીઓ લાવી શકે છે. દિવાળી પહેલા આ બંને ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનથી મકર રાશિના જાતકોને બંપર લાભ થઇ શકે છે. કેરિયર સંબધિત સારી તકો મળી શકે છે. અને ધનલાભનો યોગ બનવા જઈ રહ્યો છે. મકર રાશિના વિદ્યાર્થીઓ માટે સારો સમય આવી રહ્યો છે.

2 COMMENTS

Comments are closed.