Home State Gujarat Banaskantha  news:ઉત્તર ગુજરાતમાં સામાજિક જંગ ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું, હાઈવે જામ...

Banaskantha  news:ઉત્તર ગુજરાતમાં સામાજિક જંગ ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું, હાઈવે જામ અને ગાડીઓમાં તોડફોડ

0
343
Banaskantha  news
Banaskantha  news

Banaskantha  news:બનાસકાંઠાના ભાભર પંથકમાં આજે પ્રેમ લગ્નના એક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. રબારી યુવક સાથે લગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે યોજાયેલા મહાસંમેલન બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે ઉણ ગામ પાસે ભારે બબાલ, તોડફોડ અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

Banaskantha  news:શું છે સમગ્ર વિવાદ?

સંમેલન બાદ મોટી બબાલ.

આ વિવાદની શરૂઆત રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નથી થઈ હતી. તે કિસ્સામાં રબારી સમાજની દીકરી પરત સોંપવામાં આવી હતી. હવે, ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો મામલો ગરમાયો છે. કંકુએ દોઢ-બે વર્ષ પહેલાં ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક સંતાન પણ છે. ચૌધરી સમાજ હવે આ દીકરીને પરત લાવવાની માંગ કરી રહ્યો છે.

Banaskantha  news:સંમેલન બાદ હિંસક વળાંક

Banaskantha  news

આજે ભાભરના રુણી ગામે આંજણા ચૌધરી સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું, જેમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી હજારો લોકો ઉમટ્યા હતા. સંમેલન બાદ:

  • તોડફોડ: ઉશ્કેરાયેલું ટોળું ઓગડના ઉણ ગામ પહોંચ્યું હતું, જ્યાં અનેક ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
  • હાઈવે બ્લોક: આશરે 3 કિમી સુધી હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.
  • પોલીસ કાફલો તૈનાત: ઘટનાની ગંભીરતા જોતા DySP અને PI સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

Banaskantha  news:આગેવાનોનું અલ્ટીમેટમ

Banaskantha  news

64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ જણાવ્યું કે, “આગામી 5 દિવસમાં રબારી સમાજના આગેવાનો સાથે વાતચીત કરી દીકરીને પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો દીકરી પરત નહીં આવે, તો પાંચ દિવસ બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.”

દીકરીની સોશિયલ મીડિયા પર અપીલ

બીજી તરફ, કંકુ ચૌધરીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિનંતી કરી હતી કે તેના સાસરી પક્ષ કે પરિવારમાં કોઈ વિખવાદ ન થાય અને તેને પોતાની મરજીથી રહેવા દેવામાં આવે. આમ છતાં, સમાજના આગેવાનો આ બાબતને ‘સમાજના સન્માન’ સાથે જોડી રહ્યા છે.

આ પણ વાંચો :ગુજરાત પર માવઠાંની ઘાત આજથી 3 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ભારે ફફડાટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે